જામનગર : જોડીયાના મોટો વાસ વિસ્તારમાં વાહન ચલાવવા જેવી બાબતમાં યુવાન પર હુમલો, ચાર સામે ફરિયાદ

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
જામનગર : જોડીયાના મોટો વાસ વિસ્તારમાં વાહન ચલાવવા જેવી બાબતમાં યુવાન પર હુમલો, ચાર સામે ફરિયાદ 1 - image


Crime News Jamnagar : જામનગર જિલ્લાના જોડીયામાં મોટો વાસ વિસ્તારમાં રહેતા એક યુવાન પર વાહન સરખું ચલાવવાના પ્રશ્ને તકરાર કરી 4 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 જોડિયાના મોટો વાસ વિસ્તારમાં રહેતો સદામ હુસેન હનીફભાઈ નોતીયર નામનો 25 વર્ષનો વાઘેર યુવાન ગઈકાલે મોટો વાસ વિસ્તારમાં જવા માટે રસ્તે ચાલીને જઈ રહ્યો હતો, જે દરમિયાન વાહન ચલાવવાના પ્રશ્ને ઓસમાણ હાસમભાઈ સમેજા, અસલમ હાસમભાઈ સમેજા,નવાજ અસલમભાઈ સમેજા, અને સેજુ ઓસમાણભાઈ સમેજાએ માર મારી કપડાં ફાડી નાખ્યા હતા. જે માટે જોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News