જામનગરના માથાભારે શખ્સ સામે ચારથી વધુ ગુના નોંધાયા હોવાથી પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં ધકેલાયો
image : Freepik
Jamnagar News : જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક માથાભારે શખ્સ સામે જિલ્લા પોલીસવડાએ પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે, અને તેની પાષા હેઠળ અટકાયત કરી લઈ સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
જામનગરમાં નવાગામ ઘેડ કબીર નગર વિસ્તારમાં રહેતા રાહીલ ઉર્ફે ગટુ હુસેનભાઈ બ્લોચ નામના શખ્સ સામે છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન શરીર સંબંધી ચાર જેટલા ગુન્હાઓ નોંધાયા હોવાથી એલસીબીની ટીમ દ્વારા તેની સામે પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી, અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ મારફતે જિલ્લા સમાહર્તા સમક્ષ મુકવામાં આવી હતી.
જેને મંજૂરીની મહોર મારવામાં આવી હોવાથી એસ.પી.ની સૂચનાથી એલસીબીની ટીમ દ્વારા રાહિલભાઈ બ્લોચની પાસા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે, અને તેને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.