જામનગરના એસટી ડેપોમાં એસટી બસ ચાલકની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો
-રિવર્સમાં આવી રહેલી એસ.ટી. બસ દિવાલ સાથે ટકરાઈ જતાં દિવાલ ભાંગીને ભૂકો થઈ
-દીવાલ ધસી પડવાના કારણે દીવાલની પાછળ પાર્ક કરેલી એક કારનો પણ બુકડો બોલી ગયો
જામનગરના એસ.ટી. ડેપોમાં આજે એક બસ ચાલકની બેદરકારી ના કારણે અકસ્માત સર્જાયો હતો, અને બસ ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં એસ.ટી. બસ, એસટી તંત્રની દિવાલ, તથા એક કારમાં નુકસાની થઈ છે.
એસ.ટી. બસ ડેપોમાં બપોરના સમયે જી.જે. ૧૮ ઝેડ. ૩૫૯૭ નંબરની એસ.ટી. બસ કે જેને રિવર્સમાં લેતી વખતે એસ.ટી. ડિવિઝનની દીવાલ સાથે બસ ટકરાઈ ગઈ હતી, જેના કારણે એસટી બસ સ્ટેન્ડ ની દિવાલ નો ભૂકકો બોલી ગયો હતો.જે દીવાલ પાછળ પાર્ક કરવામાં આવેલી જી.જે. ૧૦- એ.પી. ૮૨૭૨ નંબરની કાર ઉપર કાટમાળ પડ્યો હતો, જેના કારણે કારની બોનેટ- કાચ વગેરેનો ભૂકકો બોલી ગયો હતો, અને કારમાં ભારે નુકસાની થઈ છે.
આ અકસ્માત બાદ એસ.ટી. નો ચાલક ભાગી છૂટ્યો હતો. સમગ્ર અકસ્માતના મામલામાં એસ.ટી. તંત્ર દ્વારા ઊંડાણ પૂર્વક ની તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસ તંત્ર પણ દોડતું થયું છે.