જામનગર : ધ્રોળ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો કરતો આરોપી થોરીયાળીમાંથી ઝડપાયો

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
જામનગર : ધ્રોળ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો કરતો આરોપી થોરીયાળીમાંથી ઝડપાયો 1 - image

image : Freepik

જામનગર,તા.21 નવેમ્બર 2023,મંગળવાર

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકના દોઢ વર્ષ પહેલાના દારૂ અંગેના કેસમાં નાસતા ફરતા એક આરોપીને જામનગરની પેરોલ ફર્લો નો સ્ક્વોર્ડની ટીમેં ચોક્કસ બાતમીના આધારે થોરીયાળી ગામમાં વોચ ગોઠવીને ઝડપી લીધો છે, અને ધ્રોલ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.

 આ કાર્યવાહી અંગેની વિગત એવી છે કે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાળી ગામમાં રહેતા માધુભાઈ બીસલાભાઈ તોમર નામના શખ્સ સામે આજથી દોઢ વર્ષ પહેલાં ધ્રોળ પોલીસ મથકમાં દારૂ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો, અને જે ગુનામાં પોતે દોઢ વર્ષથી નાસતો ફરતો રહ્યો હતો.

ઉપરોક્ત આરોપી ગઈકાલે થોરીયાળી ગામમાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમને મળી હતી, આથી પોલીસ ટુકડી થોરિયાળી ગામ પહોંચી ગઈ હતી, અને આરોપીને ઝડપી લીધો હતો.

 જેને જામનગર લઈ આવ્યા પછી ધ્રોળ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.


Google NewsGoogle News