જામનગર : ધ્રોલના હજામચોરા ગામની સીમમાં ખેડૂતની વાડીના કુવામાં ઝંપલાવી પરપ્રાંતિય શ્રમિક યુવાનનો આપઘાત

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
જામનગર : ધ્રોલના હજામચોરા ગામની સીમમાં ખેડૂતની વાડીના કુવામાં ઝંપલાવી પરપ્રાંતિય શ્રમિક યુવાનનો આપઘાત 1 - image


- મૃતક યુવાનની સગાઈની વાતચીત ચાલતી હતી, પરંતુ સગપણ નહીં થતાં મનમાં લાગી આવવાથી કુવો પૂર્યો

જામનગર,તા.2 ડિસેમ્બર 2023,શનિવાર

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા પર પ્રાંતિય શ્રમિક યુવાને પોતાનું સગપણ થતું ન હોવાથી કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતા એક ખેડૂતની વાડીમાં રહીને મજૂરી કામ કરતા મુકેશ ઇન્દુભાઇ બામણીયા નામના 21 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને ગઈકાલે વાડીના કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ શેરૂ ઇન્દુભાઇ બામણીયાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ કરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનનું ત્રણ થી ચાર જગ્યાએ સગપણ કરવા માટેની વાતચીત ચાલતી હતી, પરંતુ તેનું ક્યાંય સગપણ નહીં થતાં છેલ્લા દસેક દિવસથી નિરાશ થઈ ગયો હતો, અને મનમાં લાગી આવતાં કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. સમગ્ર મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News