જામનગર : જોડિયાના હડિયાણા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
જામનગર : જોડિયાના હડિયાણા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત 1 - image

જામનગર,તા.02 નવેમ્બર 2023,ગુરૂવાર

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આજે સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલક યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે મૃત્યુ નિપજયું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગત પ્રમાણે જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આજે સવારે જી.જે.12–બીએકસ–3201 નંબરના ટ્રકના ચાલકે તરશીભાઈ હરીભાઈ નકુમ નામના યુવાનના જી.જે-10–એએસ–4843 નંબરના બાઈકને હડફેટે લીધું હતું. જેથી બાઈક ફંગોળાઈ જતાં ચાલક યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી. જેના લીધે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ ટૂકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુવાનનો મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અકસ્માત સર્જી ટ્રકચાલક નાશી ગયો હતો. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જયારે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News