Get The App

જામનગર : લાલપુરના વિજયપુર ગામના ખેડૂતને પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજ આંચકો લાગવાથી અપમૃત્યુ

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
જામનગર : લાલપુરના વિજયપુર ગામના ખેડૂતને પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજ આંચકો લાગવાથી અપમૃત્યુ 1 - image

image : Freepik

Jamnagar News : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વિજયપુર ગામમાં એક ખેડૂતને પોતાની વાડીમાં એકાએક વિજ આંચકો લાગ્યો હોવાથી તેનું કરુણ મૃત્યુ નીપજયું છે.

 આ બનાવની વિગત એવી છે કે લાલપુરના વિજયપુર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા પોલાભાઈ મુરુભાઈ ભાદરકા નામના 50 વર્ષના ખેડૂતને પોતાની વાડીમાં ટ્રાન્સફોર્મરની બાજુમાં આવેલી પાણીને મોટર ચાલુ કરવા જતાં સ્ટાર્ટરમાંથી તેને એકાએક વિજ આંચકો લાગ્યો હતો અને દાઝી જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું છે.

 આ બનાવ અંગે મૃતકના પુત્ર લખમણભાઇ પોલાભાઈ ભાદરકાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News