જામનગર : લાલપુરના મોડપર ગામમાં રહેતા 70 વર્ષના વૃદ્વ પર ત્રણ પાડોશીઓએ હુમલો કરી માથું ફોડી નાખ્યું

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
જામનગર : લાલપુરના મોડપર ગામમાં રહેતા 70 વર્ષના વૃદ્વ પર ત્રણ પાડોશીઓએ હુમલો કરી માથું ફોડી નાખ્યું 1 - image

image : Freepik

Crime News Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર તેના પાડોશમાં જ રહેતા એક મહિલા સહિતના ત્રણ આરોપીઓએ મકાન પરથી પસાર થતો ઈલેક્ટ્રીક વાયર દૂર ખસેડી લેવાના મામલે તકરાર કર્યા પછી પથ્થર વડે હુમલો કરી માથું ફોડી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે લાલપુરના મોડપર ગામમાં ટીંબા ઉપર રહેતા અને નિવૃત્ત જીવન જીવતા પુંજાભાઈ ખીમાભાઈ ચૌહાણ નામના 70 વર્ષના બુઝુર્ગે પોતાના માથા પર હુમલો કરી માથું ફોડી નાખી લોહીલુહાણ કરી નાખવા અંગે પાડોશમાં રહેતા રમેશ ભીખાભાઈ ચૌહાણ, બાબુ રમેશભાઈ ચૌહાણ, અને વાલીબેન રમેશભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પુંજાભાઈના મકાન ઉપરથી આરોપી રમેશ ચૌહાણનો ઈલેક્ટ્રીક વાયર પસાર થતો હતો. જે વાયર અવારનવાર તૂટી જતો હોવાથી તે વીજ વાયરને અન્ય થાંભલા પર ખસેડી લેવા માટેનું પાડોશીઓને કહેવા જતાં ઉશ્કેરાઈ જઈ પથ્થર વડે હુમલો કરી દીધાનુ પોલીસમાં જાહેર થયું છે. તેઓને હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.


Google NewsGoogle News