Get The App

જામનગર : કાલાવડના ડાંગરવાડા ગામમાં 70 વર્ષના બુઝુર્ગનું બીમારીથી કંટાળી જઇ ઝેરી દવા પી લઈ આપઘાત

Updated: Mar 9th, 2024


Google News
Google News
જામનગર : કાલાવડના ડાંગરવાડા ગામમાં 70 વર્ષના બુઝુર્ગનું બીમારીથી કંટાળી જઇ ઝેરી દવા પી લઈ આપઘાત 1 - image

જામનગર,તા.09 માર્ચ 2024,શનિવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામમાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ કે જેઓએ પોતાની ડાયાબિટીસ અનેબ્લડપ્રેશર ની બીમારીથી કંટાળી જઈ ઝેર પી લઇ આપઘાત કરી લીધો છે.

 આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા જેઠાભાઈ મોહનભાઈ  નામના 70 વર્ષના પટેલ બુઝુર્ગે ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓનું સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવ અંગે મૃતકના પુત્ર જીતેન્દ્રભાઈ જેઠાભાઈ પટેલે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક જેઠાભાઈ કે જેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારીથી પીડાતા હતા. જે બીમારીથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.

Tags :
JamnagarKalavdSuicide-CaseSuicide-Death

Google News
Google News