જામનગર : કાલાવડ નજીક રણુજા પાસે બાઈક અને રીક્ષા વચ્ચેના અકસ્માતમાં એક મહિલા સહિત બેના મૃત્યુ
Jamnagar Accident Case : જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર રણુંજા ગામના પાટીયા પાસે રિક્ષા છકડા અને બાઇક વચ્ચે ગઈ રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવાન અને પાછળ બેઠેલી એક મહિલા બંનેના અંતરીયાળ મૃત્યુ નિપજ્યા છે. કાલાવડ પોલીસે રિક્ષા છકડાના ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતા ટપુભાઈ રમુભાઈ સાડમિયા નામના 34 વર્ષના યુવાને કાલાવડ પોલીસને જાણ કરી હતી, કે પોતાના બહેન મંગુબેન કે જેઓ પરણીત છે, પરંતુ તેના પતિ સાથે વાંધો પડતાં છેલ્લા દસેક વર્ષથી કાલાવડમાં રવિભાઈ મોહનભાઈ રાઠોડ સાથે રહે છે. જે બંને ગઈકાલે રાતે પોતાનું જીજે-૩ બી.આર.2324 નંબરનું મોટરસાયકલ લઈને રણુજા થી કાલાવડ તરફ આવી રહ્યા હતા, જેમાં રવિભાઈ બાઇક ચલાવતા હતા, જ્યારે મંગુબેન પાછળ બેઠા હતા. તેઓને રણુજા ગામના પાટીયા પાસે જી.જે 10 વાય-3528 નંબરના શિક્ષા છકડાના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં મંગુબેન તેમજ રવિભાઈ બંનેના ઘટના સ્થળેજ કરણ મૃત્યુ નીપજ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થયા પછી પોલીસનો કાફલો ઘટના સ્થળે તેમજ સરકારી હોસ્પિટલ દોડી ગયો હતો અને બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે રિક્ષા છકડાના ચાલકની શોધ ખોળ હાથ ધરી છે.