Get The App

જામનગર : લાલપુરના ધરમપુર ગામમાં પરપ્રાંતીય શ્રમિક પરિવારની 13 વર્ષની બાળકીનું શ્વાસ રૂંધાઈ ગયા પછી અપમૃત્યુ

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
જામનગર : લાલપુરના ધરમપુર ગામમાં પરપ્રાંતીય શ્રમિક પરિવારની 13 વર્ષની બાળકીનું શ્વાસ રૂંધાઈ ગયા પછી અપમૃત્યુ 1 - image

image : Freepik

Child Death in Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધરમપુર ગામમાં રહીને ખેત મજૂરી કરતા પરપ્રાંતિય પરિવારની 13 વર્ષની બાળકીને પોતાના ઘરે નિંદ્રાધીન અવસ્થામાં શ્વાસ રૂંધાઇ જવાતાં અપમૃત્યુ થયું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના વતની અને હાલ લાલપુર તાલુકાના ધરમપુર ગામના ખેડૂત રવિભાઈ વાછાણીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ગોકુલસિંહ રાવત નામના 37 વર્ષના મારવાડી શ્રમિકની 13 વર્ષની પુત્રી સરિતાબેન કે જે પોતાના ઘેર સૂતી હતી, જે દરમિયાન તેણીને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાથી તેનો શ્વાસ રૂંધાયો હતો, અને સારવાર માટે લાલપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

 આ બનાવ અંગે મૃતકના પિતા ગોકુલસિંહ નવલસિંહ રાવતે પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે ઘટના સ્થળે તેમજ લાલપુરની સરકારી હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહના કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News