જામનગર : કાલાવડના પીપર ગામમાં દોઢ વર્ષની માસુમ બાળકીનું રમતાં રમતાં તળાવમાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
જામનગર : કાલાવડના પીપર ગામમાં દોઢ વર્ષની માસુમ બાળકીનું રમતાં રમતાં તળાવમાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ 1 - image

image : Freepik

Jamnagar Child Death : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં કરુણાજનક કિસ્સો બન્યો છે. એક શ્રમિક પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકી રમતાં રમતાં તળાવમાં પડી ગઈ હતી, અને ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીપર ગામમાં કલ્પેશભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ભાવેશભાઈ લીમજીભાઇ ડાભી નામના 28 વર્ષના પરપ્રાંતીય ખેડૂતની દોઢ વર્ષની પુત્રી નિશા, કે જે પોતાના વાડી નજીક આવેલા તળાવ પાસે રમતી હતી. જે દરમિયાન અકસ્માતે તેનો પગ લપસી જતાં તળાવના પાણીમાં ગરકાવ થઈ હતી, અને ડૂબી જવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવ અંગે મૃતકના પિતા ભાવેશ ડાભીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે બાળકીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News