જામનગરના એસટી બસ સ્ટેશનમાં જોખમી સ્વરૂપમાં લટકી રહેલા જાહેરાતના પોલને લઈને અકસ્માતની ભીંતી

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
જામનગરના એસટી બસ સ્ટેશનમાં જોખમી સ્વરૂપમાં લટકી રહેલા જાહેરાતના પોલને લઈને અકસ્માતની ભીંતી 1 - image


જામનગરના એસ.ટી. બસ સ્ટેશનમાં જાહેરાત માટે મોટા હોર્ડિંગ લગાવેલા છે, જે પૈકીના હોર્ડિંગ નો એક લોખંડનો મોટો પોલ, કે જે મોત સમાન બનીને જળુંબી રહેલો છે, અને અકસ્માત થાય તેવી ભીંતી સર્જાયેલી છે. જે પોલ અને લોખંડના એક સળિયા ના આધારે લટકી રહયો છે. જે ગમે ત્યારે જમીનદોસ્ત થાય અને કોઈ જાનહાની થાય, તે પહેલાં તંત્રએ તાત્કાલિક અસરથી આ જોખમી પોલને દૂર કરવો ખૂબ જ જરૂરી બન્યો છે.

મુંબઈમાં બનેલી દુર્ઘટનાના સંદર્ભમાં જામનગરના એસ.ટી. તંત્રએ સત્વરે આ બાબતે યોગ્ય કરવું જરૂરી છે. અહીં અનેક લોકો છાંયડો લેવા માટે ઉભા રહેતા હોય છે, જ્યારે કેટલીક એસટી બસ પાર્ક કરીને રાખવામાં આવે છે, ત્યારે નુકસાની થાય તે પહેલાં સત્વરે કાર્યવાહી કરવી જરૂરી છે.

હાલમાં પવનની તીવ્રતા પણ વધી ગઈ છે, ત્યારે આવા તોફાની પવનમાં જોખમી પોલ ગમે ત્યારે નીચે આવી પડે તે પહેલાં તંત્ર યોગ્ય કરવા લોક માંગણી ઉઠી છે.


Google NewsGoogle News