Get The App

જામનગરમાં જીજી હોસ્પિટલ પાસે પાથરણાંવાળા પર લોખંડના પાઈપ વડે હુમલો

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
જામનગરમાં જીજી હોસ્પિટલ પાસે પાથરણાંવાળા પર લોખંડના પાઈપ વડે હુમલો 1 - image

image : Freepik

- પાણીની બોટલના પૈસા માંગવા જતાં બે શખ્સોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

જામનગર,તા.11 ઓક્ટોબર 2023,બુધવાર

જામનગરમાં જી.જી.હોસ્પિટલ નજીક પાથરણું પાથરીને પાણી સહિતની ચીજ વસ્તુઓનું વેચાણ કરતા એક યુવાન પર પાણીની બોટલના પૈસાની ઉઘરાણીના પ્રશ્ને હુમલો ફરીયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 જામનગરમાં જલારામ પાર્ક વિસ્તારમાં રહેતો રાજેશ મેરૂભાઈ કોળી નામનો 35 વર્ષનો યુવાન કે જેણે પોતાને લોખંડના પાઈપ વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે નવાગામ ઘેડમાં રહેતા કરણ અનિલભાઈ પરમાર અને ગટુ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જયારે ફરિયાદી યુવાનને જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

 ફરીયાદી યુવાન પાસે બંને આરોપીઓએ પાણીની બોટલ માંગ્યા પછી પૈસા આપ્યા ન હોવાથી તેની ઉઘરાણી કરવા જતાં આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.


Google NewsGoogle News