Get The App

જામનગર બન્યું યોગમય : ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર હજારો લોકોએ યોગ કરી “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
જામનગર બન્યું યોગમય  :  ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર હજારો લોકોએ યોગ કરી “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી 1 - image


International Day of Yoga : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2014માં યુનાઇટેડ નેશન્સ દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને 2015 થી આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. જે અંતર્ગત 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર જિલ્લાના વિવિધ સ્થળોએ હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા.

આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે આજે વિશ્વ યોગ દિને "વસુધૈવ કુટુમ્બકમ” અને "સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા"ની ભારતીય સંસ્કૃતિની ભાવનાના દર્શન થાય છે. યોગએ ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. દુનિયાના લોકો યોગ વડે તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી 21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો અને આજે સમગ્ર વિશ્વ આ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાજ્ય સરકારે પણ યોગ પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા ‘‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’'ની રચના કરી જેના માધ્યમથી યોગનો વિપુલ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરૂપ આજે જનભાગીદારી સાથે 72,000 થી વધુ સ્થળો પર યોગ દિવસનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. 

જામનગર બન્યું યોગમય  :  ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર હજારો લોકોએ યોગ કરી “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી 2 - image

ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી, શાળા, કોલેજ, આઈ.ટી.આઈ., જેલ, પોલીસ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર જામનગર જિલ્લો યોગમય બન્યો હતો. જામનગર જિલ્લા ખાતે વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા તેમજ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન 

તથા મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ રણમલ તળાવ ગેટ નં.01 ખાતે યોજાયો હતો. તેમજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક સંબોધનનું પણ સમગ્ર જિલ્લામાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમ ખાતે મુખ્ય અતિથી તરીકે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તથા કલેકટર બી.કે.પંડયા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક કલેકટર બી.એન.ખેર, અગ્રણી રમેશભાઈ મૂંગરા સહિતના અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોગાભ્યાસ કર્યો હતો. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ શંખનાદ કરી યોગાભ્યાસની શરૂઆત કરાવી હતી. જ્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન શુક્લ તથા તેમની ટીમે ઉપસ્થિત સૌ કોઈને યોગ પ્રાણાયામ કરાવ્યા હતા.

સાથે સાથે જી.પી.એસ. સ્કુલ કાલાવડ, જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ, વિઝન સ્કુલ જામજોધપુર, સાંઈ વિદ્યાસંકુલ જોડિયા, વીર સાવરકર હાઈસ્કુલ લાલપુર તેમજ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ, નાઘેડી ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમો પણ યોજાયા હતા.

જામનગર બન્યું યોગમય  :  ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર હજારો લોકોએ યોગ કરી “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી 3 - image

લાખોટા તળાવની પાળે ધારાસભ્ય, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના મહાનુભાવોએ કર્યા યોગ 

જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવની પાળે ગેઇટ નંબર-1 પાસે પણ શહેર કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા, જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા તેમજ અન્ય કોર્પોરેટરો, તથા નગરના અગ્રણીઓ સહિતના મહાનુભાવો જોડાયા હતા, અને યોગાભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આયુર્વેદિક યુનિવર્સિટી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, દેશ વિદેશના નાગરિકો પણ આ યોગ અભ્યાસના કાર્યક્રમમાં જોડાયા હતા, અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

જામનગર બન્યું યોગમય  :  ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર હજારો લોકોએ યોગ કરી “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી 4 - image

જામનગરની જિલ્લા જેલમાં જેલ સ્ટાફ તેમજ બંદીવાનો દ્વારા પણ કર્યા યોગ 

જામનગરની જિલ્લા જેલ ખાતે પણ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જેમાં જિલ્લા જેલ અધિક્ષક એમ.એન.જાડેજા તથા સર્વે કર્મચારીગણ તથા આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના મેમ્બર પૂજાબેન સાગર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્ય શારદાબેન અને હિમ્મતભાઈ વગેરેએ હાજરી આપી તમામ અધિકારી-કર્મચારીઓને તથા બંધિવાન ભાઇઓ અને બહેનોને યોગ તથા પ્રાણાયામ કરાવ્યા હતા. ઉપરાંત યોગ કરવાથી થતા ફાયદાની તમામ જેલ સ્ટાફ અને બંદીવાનોને સમજ આપવામાં આવી હતી. આમ, ઉપરોક્ત કાર્યક્રમનું જેલ પરિસરમાં સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર બન્યું યોગમય  :  ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર હજારો લોકોએ યોગ કરી “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી 5 - image

સપોર્ટ સંકુલમાં સ્વિમિંગ પૂલમાં યોગસાધકો દ્વારા યોગ સાધના કરાઇ

જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલમાં આવેલા સ્વિમિંગ પૂલમાં પણ યોગ નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જામનગરના કેટલાક તરવૈયા યોગ સાધકો, કે જેઓ દ્વારા આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્પોર્ટ સંકુલના સ્વિમિંગ પૂલમાં પાણીની વચ્ચે યોગ અભ્યાસ કર્યો હતો, અને જુદા-જુદા યોગના પ્રયોગ કરીને યોગ સાધના કરી હતી, અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી.



Google NewsGoogle News