Get The App

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આંતરશાળા રાસ ગરબા સ્પર્ધા યોજાઈ

Updated: Sep 24th, 2022


Google NewsGoogle News
જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આંતરશાળા રાસ ગરબા સ્પર્ધા યોજાઈ 1 - image


- નવરાત્રી પર્વની પૂર્વ સંધ્યાએ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ સ્પર્ધા યોજાશે

જામનગર,તા.24 સપ્ટેમ્બર 2022,શનિવાર

જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર દ્વારા તાજેતરમાં અંતર શાળા રાસ ગરબા હરીફાઈ એમ. પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે યોજાઈ હતી.

આ રાસ ગરબા સ્પર્ધામાં કુલ ૨  વિભાગમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૪૪ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિભાગ-૧ માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૨૧ શાળાઓએ ભાગ લીધો હતો , જેમાં કુલ ૮ કુમારની કૃતિ અને ૧૨ કન્યાઓની કૃતિ અને એક મિશ્ર કુમાર-કન્યા સહિત  કુલ ૨૯૨ બાળકોએ પરંપરાગત પોશાક પહેરી કૃતિ રજૂ કરી હતી.

ત્યારબાદ વિભાગ-૨ માં આંતરશાળા સ્પર્ધામાં કુલ ૨૦ કૃતિઓ રજૂ કરાઈ હતી જેમાં ૭ કુમાર કૃતિ, અને ૧૩ કન્યાઓએ  પરંપરાગત પોશાકમાં સજ થઈ કૃતિ રજૂ કરી હતી, અને કુલ ૨૭૪ બાળકોએ રાસ ગરબા હરીફાઈમાં ભાગ લીધો હતો.

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આંતરશાળા રાસ ગરબા સ્પર્ધા યોજાઈ 2 - image

નગર પ્રાથમિક  શિક્ષણ સમિતિ સંચાલિત અંતર શાળા રાસ ગરબા સ્પર્ધામાં વિભાગ-૧ માં શાળા નંબર ૪૪,૫૧,૪૦,૬૦,૨૭ અને ૧૦ સહિત કુલ છ શાળા ની કૃતિ નું સિલેક્શન કરવામાં આવ્યું હતું. તેમજ વિભાગ -૨ માં શાળા નંબર ૨૦,૨૯,૧૮,૧૧,૧૨,૩૧ સહિત કુલ ૬ શાળાનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. 

આ તમામ ૧૨ કૃતિઓ માં આદ્યશક્તિના આરાધ્ય પર્વની પૂર્વ સંધ્યાએ તારીખ ૨૫.૯.૨૦૨૨ ને રવિવારના રોજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંજે ૫.૦૦ વાગ્યે શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આંતરશાળા રાસ ગરબા હરીફાઈ ના છેલ્લા તબક્કામાં પોતાની કૃતિઓ રજૂ કરશે.

આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન, પંડ્યા જિલ્લા શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ સહિતના શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનીષ કનખરા, ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.


Google NewsGoogle News