રાજકોટ રેન્જ આઇ.જી. જામનગર જીલ્લાની મુલાકાતે : શાંતિ અને સુરક્ષા સંબંધે સમીક્ષા કરાઈ

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
રાજકોટ રેન્જ આઇ.જી. જામનગર જીલ્લાની મુલાકાતે : શાંતિ અને સુરક્ષા સંબંધે સમીક્ષા કરાઈ 1 - image


Jamnagar Police : રાજકોટ રેન્જના આઇજી અશોકકુમાર યાદવે ગણેશ મહોત્સવ અને ઈદ જેવા મહત્વપૂર્ણ ધાર્મિક તહેવારોને અનુલક્ષીને જામનગરની મુલાકાત લીધી હતી. જિલ્લા પોલીસ અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે આ તહેવારોને શાંતિ અને સુરક્ષા સાથે ઉજવવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. 

આઇજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, તહેવારોના સમયે સમાજમાં હકારાત્મક વાતાવરણ જાળવવું એ સૌથી મહત્વનું છે. આ માટે તમામ ધર્મોના લોકોએ એકબીજા સાથે મળીને ઉજવણી કરવી જોઈએ. તેમણે અફવાઓ ફેલાવવાથી દૂર રહેવા અને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તુરત જ પોલીસનો સંપર્ક કરવા માટે લોકોને અપીલ કરી હતી.

પોલીસ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર નજર રાખવા માટે પણ પોલીસનું એક વિશેષ દળ કાર્યરત રહેશે. આઇજીએ સમાજના આગેવાનો અને ધાર્મિક ગુરુઓને પણ આ કાર્યમાં સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સમાજના આગેવાનો અને ધાર્મિક ગુરુઓનું માર્ગદર્શન લોકો માટે ખૂબ જ મહત્વનું છે.


Google NewsGoogle News