જામનગરની જીલ્લા જેલમાં કેદીઓએ નમાઝ અદા કરીને એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
જામનગરની જીલ્લા જેલમાં કેદીઓએ નમાઝ અદા કરીને એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી 1 - image


EID Festival Jamnagar : જામનગર શહેર સહિત જીલ્લામાં ગુરૂવારના રોજ ઇદ-ઉલ-ફિત્રના પવિત્ર પર્વની ભાઇચારાની અનોખી ભાવના સાથે હર્ષોલ્લાસભેર શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમો ભાઇઓ દ્વારા મહાન પવિત્ર પર્વ રમઝાન માસના 30 રોઝા પૂર્ણ કર્યા બાદ ગુરૂવારના રોજ ઇદની આનંદ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી.

 દરમિયાન જામનગર જીલ્લા જેલમાં મુસ્લિમ કેદી ભાઇઓ દ્વારા ઈદ-ઉલ-ફીત્રની નમાઝ અદા કરવામાં આવી હતી તેમજ નમાઝ અદા કર્યા બાદ કેદી ભાઇઓ એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છા પણ પાઠવી હતી.

જામનગરની જીલ્લા જેલમાં કેદીઓએ નમાઝ અદા કરીને એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી 2 - image

 જામનગર જીલ્લા જેલના અધિક્ષક મનુભા જાડેજાના માર્ગદર્શન હેઠળ જેલ પ્રશાસને પહેલે થી જ વ્યવસ્થા કરી હતી. જેથી જેલ પ્રશાસનના આ કાર્ય થી કેદી ભાઈઓમાં હર્ષની લાગણી અનુભવાઈ હતી.


Google NewsGoogle News