જામનગરમાં ઔદ્યોગિક એકમો મકરસંક્રાંત અને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં દિને બંધ પાળશે

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
જામનગરમાં ઔદ્યોગિક એકમો મકરસંક્રાંત અને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં દિને બંધ પાળશે 1 - image

image : Freepik

- બંને પર્વનાં આગલા શુક્રવારે એકમો ચાલુ રહેશે

જામનગર,તા.3 જાન્યુઆરી 2023,બુધવાર

જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા મકરસંક્રાંત પર્વ અને અયોધ્યામાં શ્રી રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં પર્વને ધ્યાને લઇ આ બંને શુભ દિને ઔદ્યોગિક એકમોમાં રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તા.14-1 ને રવિવારે મકરસંક્રાંતનાં દિને રજા રહેવાની હોય એ પહેલાનાં શુક્રવાર તા. 12-1 નાં ઔદ્યોગિક એકમો(કારખાના) ચાલુ રાખવામાં આવશે.

તા.22/1 ને સોમવારે અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં પાવન અને ઐતિહાસિક દિને પણ રજા રહેવાની હોય એ પહેલાનાં શુક્રવારે તા.19/1 નાં ઔદ્યોગિક એકમો ચાલુ રાખવામાં આવશે.

તમામ ઉદ્યોગકારો તથા કામદારોને રજાનાં દિવસોમાં ફેરફારની નોંધ લેવા તથા નિર્ણયને અનુસરવા જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનનાં હોદ્દેદારો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News