Get The App

ભારતીય ટીમનો ટી-ટવેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપમાં જીતનો વિજ્યોત્સવ ક્રિકેટની રણભૂમિ જામનગરમાં પણ જોશ ભેર ઉજવાયો

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
ભારતીય ટીમનો ટી-ટવેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપમાં જીતનો વિજ્યોત્સવ ક્રિકેટની રણભૂમિ જામનગરમાં પણ જોશ ભેર ઉજવાયો 1 - image


ભારતીય ક્રિકેટ ટીમનો ગઈકાલે સાઉથ આફ્રિકા સામેની ટી-ટવેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભવ્ય વિજય થયો, અને ભારતની ટીમ વિશ્વવિજેતા બની, તેનો જશ્ન ક્રિકેટની રણભૂમિ જામનગરમાં પણ જોવા મળ્યો હતો, અને ઠેર ઠેર આતશબાજી અને ઉમંગ જોવા મળ્યો હતો.

ખાસ કરીને જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કનખરા તથા અન્ય યુવાઓ દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, અને રાત્રિના 11:30 વાગ્યાથી 1:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમી ઉત્સાહ ભેર ભારતના તિરંગા ઝંડા સાથે બહાર આવી ગયા હતા, તેમજ ભવ્ય આતસબાજી પૂર્ણ કરીને 'ભારત માતાકી જય', વંદે માતરમ અને ચક દે ઇન્ડિયા ના નારા લગાવતા ક્રિકેટ પ્રેમીઓ જોવા મળ્યા હતા. 

જામનગર શહેરના અનેક યુવાનો તેમજ નાના ભૂલકાઓ વગેરે રાત્રિના 12:00 વાગ્યા પછી પોતાના વાહન સ્કૂટર-કાર વગેરેમાં ભારતના ઝંડા લઈને સમગ્ર શહેરમાં ફરતા જોવા મળ્યા હતા. અને ભારતની જીતનો જલસો જોવા મળ્યો હતો.

શહેરના હવાઈ ચોક, ચાંદિબઝર શા બજાર બેડી ગેટ પંચેશ્વર ટાવર, દિગ્વિજય પ્લોટ, રણજીત નગર, પટેલ કોલોની, શરૂ સેક્શન રોડ, સહિતના અનેક વિસ્તારોમાં ઉત્સાહ પ્રેમી નગરજનો દ્વારા આતશબાજી કરવામાં આવી હતી, અને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.



Google NewsGoogle News