જામનગરનું આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધારતા ડો. રિમ્મી તકવાણી

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
જામનગરનું આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધારતા ડો. રિમ્મી તકવાણી 1 - image


મ્યુકોર કવીન અમેરિકન એકેડમી દ્વારા માન્યતા મેળવનાર દેશના પ્રથમ દંત ચિકિત્સક બન્યા

ભારતમાં તબિબી અભ્યાસ કરનાર સૌપ્રથમ તબિબને અમેરિકન એકેડમીએ એસોસીએટ ફેલોથી સન્માનીત કર્યા

જામનગર, તા. 5 ડિસેમ્બર 2023 મંગળવાર

જામનગરના જાણીતા દંત ચિકિત્સક ડો. રિમ્મીબેન તકવાણીએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જામનગરનું ગૌરવ વધાર્યુ છે. રિમ્મીબેને છેલ્લા ૧૫ વર્ષથી કેન્સર રોગમાં ગુમાવેલ આંખ, નાક અને ચહેરાના ભાગોની સારવાર તેમજ કોરોનામાં મ્યુકરથી ગુમાવેલા અંગોનું અદ્યતન ટેકનોલોજીથી શસ્ત્રક્રિયા કરી ૧૫૦ થી વધુ દર્દીઓને નવજીવન આપ્યું છે. 

તેમની આ અદ્યતન સુવિધાયુકત સારવારને અમેરિકન એકેડમીએ માન્ય રાખી એસોસીએટ ફેલોથી સન્માનીત કરવામાં આવતાં રિમ્મીબેને આંતરરાષ્ટ્રીય સ્તરે જામનગરનુું ગૌરવ વધાર્યુ છે. 

આ અંગે રિમ્મીબેને વધુમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા પંદર વર્ષથી ઓન્કોસર્જરી પછી અને કોરોના પછી મ્યુકોર્માયકોસિસ રોગથી પોતાના શરીરના મહત્વના એવા આંખ, કાન, જડબા અને ચહેરાના અન્ય ભાગો ગુમાવનાર ૨૦૦ જેટલા તે આધુનીક ટેકનોલાજીથી કુદરતી જેવા જ કૃત્રિમ અંગો બનાવી સમાજમાં ફરી સન્માનપૂર્વક જીવી શકે તે માટે અથાગ પ્રયત્નો કરેલા અને એમાં સફળતા પણ મળી છે. 

આ અંતર્ગત તાજેતરમાં સાન ડિએગો, કેલિર્ફોનિયા ખાતે અમેરિકન એકેડમી ઓફ મેકિસલોફેસિયલ પ્રોસ્થેસિસ-૨૦૨૩માં હાજરી આપી હતી. અને એફિલિએટ ફેલો માટે આવેદન કર્યું છે. અને મ્યુકર કેસોની સારવાર અંગેનો અભ્યાસ કરી બોર્ડે મને એસોસીએટ  ફેલો તરીકે મારી પસંદગી કરવામાં આવેલ. આમ ભારતમાં તબિબ અભ્યાસ કરનાર દંત ચિકિત્સકને મને સૌ પ્રથમ વખત એસોસીએટ ફેલો મેળવનાર પ્રથમ દંત ચિકિત્સક બની છું.


Google NewsGoogle News