જામનગર શહેરમાં વરસાદી સીઝનની વચ્ચે મહાનગર પાલિકાની ફુડ શાખા દોડતી થઈ
જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા વરસાદી સીઝનની વચ્ચે રોગચાળો ન ફેલાય, અને ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વિક્રતાઓ દ્વારા હાઇજેનિક કન્ડિશન રાખવામાં આવે, તે બાબતેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતી ગુજરી બજાર કે જેની વચ્ચે ખાદ્ય પદાર્થનું વેચાણ કરવા વાળા તેમજ શહેરના અન્ય જુદા જુદા ૨૩ જેટલા નાના ધંધાર્થીઓને ત્યાં હાઇજેનિક કન્ડિશન અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને જરૂરી સુચના અપાઈ હતી. તેમજ આખાદ્ય ખોરાકનો સ્થળ પરજ નાશ પણ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા પ્રદશૅન ગ્રાઉન્ડ મા ભરાયેલી શુક્રવારી બજાર મા તથા અલગ અલગ વિસ્તાર મા અલગ અલગ ખાણીપીણી જેવી કે ગોલા-ગુલ્ફી ,સરબત ,ઘૂઘરા ,ઘૂઘરા ની ચટણી ,શેરડી નો રસ , સોડા બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટર ને ત્યાં રૂબરૂ ઇન્સપેક્શન કરાયું હતું.
જે મુલાકાત દરમિયાન સ્થળ પર ક્લોરીન મંગાવી પાણી મા કલોરીનેશન જાળવવા ,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા ,સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,ફરજીયાત નિયમિત પાણી મા કલોરીનેશન કરવા, અંગે સુચના આપવામાં આવી હતી. તેમજ કે ટોક અખાદ્ય ખોરાક ગણાય આવતા તેનો સ્થળ પર જ નાશ કરાવાયો હતો.
તદુપરાંત શહેર મા આવેલી આઈસ ફેક્ટરી જેવી કે બેડેશ્વર મા આવેલ આઝાદ આઈસ ફેક્ટરી , હાપા મા આવેલ શિતલ તેમજ અમી આઈસ ફેક્ટરી અને જેઠવા આઈસ ફેક્ટરી મા ઈન્સ્પેક્શન કરી , કોરોઝન યુક્ત આઈસ કન્ટેનર બદલવા,પાણી મા સુપર ક્લોરીનેશન જાળવવા , ઓવરહેડ તેમજ અન્ડર ગ્રાઉન્ડ ટાંકા ની નિયમિત રીતે સાફ સફાઈ જળવાઈ તે જોવા તાકીદ કરવામાં આવેલ તેમજ દરેક ને લોક બુક નિભાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.