Get The App

લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરનાર ખેડૂત યુવાન સામે ગુનો નોંધાયો

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરનાર ખેડૂત યુવાન સામે ગુનો નોંધાયો 1 - image


Image: Freepik

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મનીષ જોરાવરસંગ વાળા નામના ખેડૂત યુવાને કાનાલુસ ગામમાં હાઇવે હોટલ પાસે રોડ પર ફાયર એનઓસી અથવા અન્ય કોઈ મંજૂરી લીધા વિના ફટાકડાનો સ્ટોલ ઊભો કરીને ગેરકાયદે ફટાકડાનું વેચાણ શરૂ કરી દીધું હતું.

જે અંગેની મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ બાબુભાઈ નંદાણીયા ને માહિતી મળતાં તેની સામે મેઘપર પોલીસ મથકમાં જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.


Google NewsGoogle News