જામનગરમાં જનતા ફાટક નજીક મહાનગરપાલિકાના સ્વાઇપર મશીનમાં અકસ્માતે આગ લાગતાં દોડધામ

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
જામનગરમાં જનતા ફાટક નજીક મહાનગરપાલિકાના સ્વાઇપર મશીનમાં અકસ્માતે આગ લાગતાં દોડધામ 1 - image


મશીનરીમાં આગના કારણે મોટું નુકસાન: ફાયર બ્રિગેડ ની ટુકડીએ આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની અટકી

જામનગર, તા. 13 માર્ચ 2024 બુધવાર

જામનગરમાં જનતા ફાટક નજીક મહાનગરપાલિકાના સ્વાઇપર મશીન દ્વારા રોડના ડિવાઇડર પાસેના ભાગમાં સફાઈ કાર્ય ચાલી રહ્યું હતું, જે દરમિયાન અકસ્માતે  મશીનના કમ્પ્રેસર વિભાગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને મશીન સળગવા લાગ્યું હતું. 

આગના બનાવની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગ ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે પાણી નો મારો ચલાવી, આગને કાબુમાં લઈ લીધી હતી.

જામનગરમાં જનતા ફાટક નજીક મહાનગરપાલિકાના સ્વાઇપર મશીનમાં અકસ્માતે આગ લાગતાં દોડધામ 2 - image

આગ ના બનાવ અંગે પોલીસને જાણ થવાથી સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ. એન. નિમાવત બનાવના સ્થળે દોડી ગયા હતા, અને પંચનામુ તથા આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.

સ્વાઇપર મશીનના કોમ્પ્રેસર વિભાગમાં શોર્ટ સર્કિટ થયા પછી પાછળ નો ભાગ સળગ્યો હતો, અને તેમાં આગ લાગી ગઈ હતી. જોકે આગનું ચોક્કસ કારણ તેમજ નુકસાનીનો અંદાજ જાણવા માટે સર્વેની કાર્યવાહી ચાલી રહી છે.

જામનગરમાં જનતા ફાટક નજીક મહાનગરપાલિકાના સ્વાઇપર મશીનમાં અકસ્માતે આગ લાગતાં દોડધામ 3 - image

જામનગર મહાનગરપાલિકા પાસે હાલમાં ત્રણ સ્વાઇપર મશીન છે, અને ખાનગી કોન્ટ્રાક્ટ  કંપની દ્વારા સફાઈ કાર્ય ચાલી રહ્યું છે. જે પૈકી એક મશીન હાલ બંધ થયું હોવાથી બાકીના બે મશીનના આધારે શહેરમાં સફાઈ કાર્ય ચાલુ રખાયું છે.


Google NewsGoogle News