જામનગરના મ્યુ. કમિશનરને ફોટા મોકલાતા વોર્ડ નંબર એકમાં તાત્કાલિક સફાઈ હાથ ધરાઈ

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
જામનગરના મ્યુ. કમિશનરને ફોટા મોકલાતા વોર્ડ નંબર એકમાં તાત્કાલિક સફાઈ હાથ ધરાઈ 1 - image

જામનગર,તા.16 ઓક્ટોબર 2023,સોમવાર

જામનગરમાં વોર્ડ નંબર એકમાં આવેલ બેડેશ્વર વિસ્તારમાં રોજબરોજ સફાઈ કરવામાં આવતી ન હોય જેના લીધે આ વિસ્તારમાં કચરાના ઢગલા થતા હોય આ અંગે આ વિસ્તારના સામાજિક કાર્યકર અને પૂર્વ નગર સેવક અનવરભાઈ સંઘાર દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં આ પ્રશ્નનો ઉકેલ ન આવતો હોય ત્યારે અનવરભાઈ સંઘારે ફોટા સહિત મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે તેઓ દ્વારા આ વિસ્તારમાં તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવા આદેશ કરાતા માત્ર ગણતરીના કલાકોમાં જ જામ્યુકોના સફાઈકર્મીઓ સ્થળ પર પહોંચી સફાઈ કામગીરી હાથ ધરી હતી.

પરંતુ આવી રોજિંદી બાબત માટે કમિશનર કક્ષાના અધિકારીઓને હેરાન કરી શકાય? નીચેના અધિકારીઓ ફરિયાદનો નિકાલ કરાવી આપતા હોય તો મોટા અધિકારીને ડીસ્ટર્બ કરવા જ ન પડે. પણ આવું થાતું નથી.


Google NewsGoogle News