Get The App

જામનગર નજીક દરેડ મસિતિયા રોડ પરથી SOG દ્વારા ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન પકડાયું

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક દરેડ મસિતિયા રોડ પરથી SOG દ્વારા ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન પકડાયું 1 - image

image : filephoto

Jamnagar News : જામનગર નજીક દરેડ મસીતીયા રોડ પર હૈદર ઓસમાણ ખફી નામના શખ્સ દ્વારા ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન ચલાવવામાં આવી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમી એસ.ઓ.જી. શાખાને મળી હતી જે બાતમીના આધારે ગઈકાલે સાંજે દરોડો પાડ્યો હતો.

 જે દરોડા દરમિયાન હૈદર ઓસમાણ ખફી મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદે રીતે ગેસનું રીફીલિંગ કરી લોકોના જીવનના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે તે નજરે પડ્યો હતો.

 આથી એસ.ઓ.જી. દ્વારા પુરવઠા વિભાગને જાણ કરીને બનાવના સ્થળે બોલાવી લેવાયા હતા, જ્યારે ઘટના સ્થળેથી ગેસ ભરેલા મોટા ચાર નંગ બાટલા, ઉપરાંત ઈલેક્ટ્રીક એસેમ્બલ મોટર, પ્લાસ્ટિકના પાઇપ, રેગ્યુલેટર, અલગ અલગ લોખંડની નોઝલ તથા ઇલેક્ટ્રીક વજન કાંટો સહિત રૂપિયા 21,400 ની માલમતા કબજે કરી લીધી છે.


Google NewsGoogle News