જોડીયા થી જામનગરમાં કાર મારફતે ઘુસાડવામાં આવી રહેલો ઇંગલિશ દારૂનો માતબર જથ્થો પકડાયો , બે બુટલેગરની અટકાયત

Updated: May 30th, 2024


Google NewsGoogle News
જોડીયા થી જામનગરમાં કાર મારફતે ઘુસાડવામાં આવી રહેલો ઇંગલિશ દારૂનો માતબર જથ્થો પકડાયો  , બે બુટલેગરની અટકાયત 1 - image


Liquor Smuglling in Jamnagar : જામનગર જિલ્લાના જોડિયામાંથી એક કાર મારફતે માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો જામનગરમાં મોડી રાત્રે ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી, દરમિયાન ધ્રોલ હાઇવે રોડ પર પોલીસે વોચ ગોઠવી નાની-મોટી 456 નંગ ઇંગ્લિશ દારૂની બોટલના માતબર જથ્થા સાથે જામનગરના બે શખ્સોની અટકાયત કરી લીધી છે, જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર જોડીયા તાલુકાના પીઠડ ગામના એક બુટલેગરને ફરાર જાહેર કરાયો છે.

 ધ્રોલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતીઝ કે જોડિયા પંથકમાંથી એક કાર મારફતે ઇંગ્લિશ દારૂનો જથ્થો મોડી રાત્રે જામનગરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે રાત્રિના એક વાગ્યાના અરસામાં વાગુદડ ગામના વોકળા પાસે પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન નંબર પ્લેટ વગરની એક સ્વિફ્ટ કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને આંતરી લીધી હતી, અને કારની તલાસી લેતાં તેમાં થી જુદી જુદી બ્રાન્ડની નાની મોટી 456 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીઓનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે કાર અને ઇંગ્લિશ દારૂ સહિત 4 લાખ 32 હજારની માલમતા કબજે કરી લીધી હતી અને કારમાં બેઠેલા જામનગરના બે દારૂના ધંધાર્થીઓ બ્રિજરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ કપિલ રાજુભાઈ ધનવાણીની અટકાયત કરી લીધી હતી, અને ધ્રોળ પોલીસ મથકમાં બંને સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોધવામાં આવ્યો છે. બંનેને પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂનો જથ્થો જોડિયા તાલુકાના પીઠડ ગામના કૃપાલસિંહ ખુમાનસિંહ જાડેજાએ સપ્લાય કર્યો હોવાનું કબુલતાં તેને ફરાર જાહેર કરી તપાસનો દોર પીઠડગામ સુધી લંબાવ્યો છે.


Google NewsGoogle News