જામનગર શહેરમાં ભારે પુરના કારણે થયેલી નુકસાનીનું ઘેર-ઘેર સર્વે કરવા માટેની ટીમ દોડતી કરાવાઈ
Jamnagar Rain Update : જામનગર શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા, અને અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી જતાં ભારે નુકસાની થઇ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નુકસાન અંગેની સહાય આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. તેના અનુસંધાને વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ કરવામાં આવી છે.
જામનગર જિલ્લા કલેકટરના આદેશ અનુસાર અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગના મામલતદારની કચેરીની અલગ અલગ ટુકડીઓ બનાવી છે, અને શહેરના વોર્ડ વાઇસ અલગ અલગ ટીમ મારફતે ડોર ટુ ડોર જઈને નુકસાનીનું સર્વે કરવામાં આવી રહ્યું છે. જે સર્વે કરી લેવાયા બાદ પ્રત્યેક નાગરિકોને તેની નુકસાનીનું વળતર ચૂકવાશે તેમ જાણવા મળી રહ્યુ છે.