જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ચાર પોલીસ અધિકારી-કર્મચારીઓનું સન્માન
જામનગર,તા.8 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર
જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમ દ્વારા ગુગલ બ્રાઉઝરની વેબસાઈટ પર ચાઈલ્ડ પોનોગ્રાફીના વિડીયો, ફોટા, બ્લોગ અપલોડ કરતા સાઈબર ક્રાઇમના આરોપીને છેક ગાંધીનગર જિલ્લાના ઇસનપુર ડોડીયા ગામેથી પકડી લઈ આધુનિક ટેકનિકના ઉપયોગ વડે સાયબર ક્રાઇમનો ગુનો શોધી કાઢ્યો હતો.
આ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ 'સાયબર કોપ એવોર્ડ' એનાયત કરવા માટે રાજ્યના પોલીસ મહા નિર્દેશકે જામનગરની ટીમને ગાંધીનગર બોલાવ્યા પછી તેઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા.
અત્યાધુનિક ટેકનિકના ઉપયોગથી જામનગર જીલ્લાના સાયબર ક્રાઈમ પોલિસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ભારત સહિત વૈશ્વિક દેશોમા પ્રતિબંધિત ચાઈલ્ડ પોર્નોગ્રાફિ ને લગત વિવિધ કન્ટેન્ટ લોકોને સહેલાઈથી મળી રહે તે માટે આરોપી દ્વારા એપ્લીકેશન તથા વેબ સાઈટ બ્લોગ ડેવલોપ કરી તેના પ્રચાર માટે વિવિધ આંતરાષ્ટ્રીય ગ્રુપ બનાવાયું હતું.
ઉપરાંત ટેલીગ્રામ બોટ બનાવી આવા ચાઈલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ સરક્યુલેટ કરતા આરોપીને ગાંધીનગર જીલ્લા ખાતેથી પકડી લાવી ઉતકૃષ્ટ કામગીરી કરેલી હોય, જે બદલ પો.ઈન્સ પી.પી.ઝા, એ.એસ.આઈ. ધીરજભાઈ જેઠાભાઈ ભુસા, પો.હેડ. કોન્સ ભગીરથસિંહ અનોપસિંહ જાડેજા, તથા પો.કોન્સ વિકીભાઈ હિરેનભાઈ ઝાલા વગેરેને ગુજરાત રાજ્યના ડી.જી.પી. આશિષ ભાટીયા દ્વારા "સાયબર કોપ ઓફ ધ મંથ" દ્વારા સન્માનીત કરવામા આવ્યા હતા.