જામનગરની સ્કુલમાં "જય શ્રી રામ" બોલવાની મનાઈ ફરમાવી વિદ્યાર્થીને મારનાર સામે પગલાની માંગણી સાથે હિન્દૂ સેનાનું શિક્ષણ અધિકારીને આવેદન
Jamnagar News : જામનગરમાં પટેલ કોલોનીમાં આવેલ શ્રી એ.કે.દોશી ભવન્સ વિદ્યાલયમાં ગુજરાતી તથા ઈગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરાવવામાં આવે છે, જેમાં સ્કુલની શરૂઆતમાં તેમજ રજા સમયે પ્રાર્થના બોલાવવામાં આવે છે. 9મા ધોરણથી 11મા ધોરણ સુધી પ્રાર્થના બાદ મહાદેવ હર અને જય શ્રીરામનો નારો બોલાવાય છે. જે તમામ વિદ્યાર્થીઓ સાથે મળી બોલતા હોય છે.
જેમાં સીનીયર પ્રિન્સીપાલને કોઈ જાતનો વાંધો નથી, પરંતુ જુનીયર પ્રિન્સીપાલ કલોરા બરેટોને તેમજ શિક્ષિકા રાખી રોકરીયાને તકલીફ થતાં વિદ્યાર્થીઓને ધાક ધમકી આપી, ઉપરોક્ત નારા લગાવવાનું બંધ કરાવે છે. અને વાલીઓએ રજુઆત કરતાં જુનીયર પ્રિન્સીપાલ દ્વારા ટી.સી.પકડાવી દેવાની અને જય શ્રીરામ બોલનાર વિદ્યાર્થીઓને બહાર ઉભા રહેવાની સજા પણ આપેલ છે.
ખરેખર શિક્ષણ જગતના કલંકરૂપ આવા ક્રિશ્ચન જુનીયર પ્રિન્સીપાલ કલોરા બરેટો તથા શિક્ષિકા રાખી વોકરીયા દ્વારા સનાતન હિન્દુ ધર્મનું અપમાન કરવું અને વિદ્યાર્થીઓને માનસીક ટોર્ચરીંગ કરી આવા નારા મંદિરમાં કે ઘરે લગાવવાની ધાકધમકીભરી સુચના અપાય છે.
આ બાબતે શ્રી એ.કે.દોશી ભવન્સ વિદ્યાલયના વિદ્યાર્થીઓના ભવિષ્ય પ્રત્યે ચેડાં થઈ રહ્યાં હોય, માનસીક ટોર્ચરીંગ થતું હોય આવા ક્રિશ્વન જુનીયર પ્રિન્સીપાલ કલોરા બરેંટો અને શિક્ષિકા રાખી રોકરીયા પર યોગ્ય કાર્યવાહી કરી, તેમજ વિદ્યાર્થીના માનસ પર થતા પરિવર્તન અને ટોર્ચરીંગને રોકવા વિદ્યાર્થીઓને ન્યાય મળે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા હિન્દુ સેના દ્વારા જામનગરના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી, શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.