Get The App

જામનગરમાં હિન્દુ સેના દ્વારા શ્રાવણ માસ દરમિયાન ઇન્ટરનેટના માધ્યમથી શિવજીની આરાધના કરાશે

Updated: Aug 16th, 2023


Google NewsGoogle News
જામનગરમાં હિન્દુ સેના દ્વારા શ્રાવણ માસ દરમિયાન ઇન્ટરનેટના માધ્યમથી શિવજીની આરાધના કરાશે 1 - image


- હિન્દુ રાષ્ટ્ર તેમજ અખંડ ભારત માટે યજ્ઞ કરાશે: ઓમ નમઃ શિવાયનો મંત્ર વિદેશોમાં પણ ગુંજશે

- ભગવદ ગીતાજીનો ગ્રંથ, હનુમાન ચાલીસાની પુસ્તિકા તેમજ રામધુન અને ભગવા ધ્વજથી શિવ ભક્તિ થશે

જામનગર,તા.16 ઓગષ્ટ 2023,બુધવાર 

આવતીકાલથી શરૂ થનારા શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપૂર ટેકનોલોજી થી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન શિવજીની આરાધના થશે.

 સમાજમાં ધર્મ, સંગઠન અને જાગૃતતાને માટે ગુજરાતમાં 21 જિલ્લા, 22 તાલુકા, અને 21 ગામડાઓમાં કુલ 51000 હિન્દુ લોકોને ઓનલાઈન ટેકનોલોજી સાથે વોટ્સએપના માધ્યમથી ઓમ નમઃ શિવાય મંત્ર જાપના મેસેજ સાથે સંપર્ક કરી સવા પાંચ લાખ હિન્દુ લોકો સુધી ઇન્ટરનેટના માધ્યમથી મેસેજ પહોંચાડવામાં આવશે. 

હિન્દુ સેનાના સાયબર ક્રાઇમ વોચ એન્ડ ઇન્વેસ્ટિગેશન સર્વિસ દ્વારા 21 મોબાઇલ અને 2- લેપટોપ થી હિન્દુત્વમય બનાવી શુભેચ્છા પાઠવાશે. ઉપરાંત એક સેમીનાર યોજાશે અને ઓમ નમઃ શિવાય મંત્રને લોકો સુધી પહોંચાડવા કુલ 2023 વોટ્સએપ ગ્રુપનો અને ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ થશે

જેમાં કેનેડા, લંડન, નેપાળમાં હિન્દુ સેના દ્વારા 21 મોબાઇલ શિવજીના મેસેજ દ્વારા પહોંચાડશે. લેન્ડ જેહાદ અને લવ જેહાદને લઈ 3 બિલ્ડરો, 3 શિક્ષકો, 3 શાળા, 3 શહિદના પરિવારો, 3 ડોક્ટરો અને 3 વકીલોનો સંપર્ક કરી 1 સંતનું સન્માન કરાશે, અને ગુજરાત સરકાર પાસે અશાંત ધારાને લઈ ગુજરાત મુખ્યમંત્રીને ઓનલાઈન રજૂઆત કરાશે.

 શ્રાવણ માસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરી ભારત સિવાય 3 દેશોમાં 111 ઈ-મેલ, 11000 વોટ્સએપ મેસેજ થશે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન 11 બહેનો દ્વારા હિન્દુત્વના રક્ષણ માટે 1100 ભાઈઓને રક્ષા દોરી બાંધવી, તેમજ 11 મુસ્લિમ કન્યાઓને હિન્દુ સેનાના સૈનિકો રક્ષા ધારણ કરશે.

1 વિભાગમાં ગૌમાતાનું પૂજન, લવ જેહાદની જાગૃતતા માટે 3 સ્થાને પત્રિકાનું વિતરણ કરાશે. હિન્દુ સેનાના 11 સૈનિકો દ્વારા મહાદેવને 1111 બિલીપત્ર અર્પિત કરી પૂજન થશે. પીરોટન ટાપુ પર આવેલ મહાદેવનું પૂજન કરવાનું નક્કી કર્યું છે. તેમજ 1 યોગાભ્યાસ કરવો. આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ તંત્ર અને ગુપ્તચર સંસ્થાઓના અધિકારી તથા પ્રેસના લોકોને ઇન્ટરનેટના માધ્યમથી શિવજીના મંત્રોચ્ચારથી સન્માનિત કરી શુભેચ્છા પાઠવવી. વગેરે આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. ગુજરાતમાં 3 સ્થાનો પર રામધૂન, 12 ભાગવત ગીતાજીનો ગ્રંથ, 11

હનુમાન ચાલીસાની પુસ્તિકા, ફૂટના ભગવા ધ્વજ દ્વારા શિવભક્તિ કરાશે. ગુજરાતમાં સુરત, બરોડા અમદાવાદ, વાપી, વલસાડ આણંદ મહેસાણા, ગોધરા, રાજકોટ, મોરબી, જુનાગઢ, દ્વારકા, પોરબંદર, જામનગર 

ખંભાળિયા, ધ્રોલ, લાલપુર સહિતના શહેરોમાં ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન સમિતિ બેઠક થશે, જેમાં કુલ 51 યુવાનો અને 21 બહેનો દ્વારા અલગ અલગ રીતે ધાર્મિકતાનું મહત્વ જાળવવા માટે આધુનિક યુગમાં ટેકનોલોજી સાથે ઇન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરી શ્રાવણ માસમાં ઓનલાઈન શિવજીની આરાધના ગુજરાત હિન્દુ સેના દ્વારા થશે. 

વિશેષમાં શ્રાવણ માસના માધ્યમથી લવ જેહાદ અને લેન્ડ જેહાદને લઈ લોકોમાં જાગૃતતા લાવવા પ્રયત્ન કરાશે, અને હિન્દુ રાષ્ટ્ર તેમજ અખંડ ભારત બને તે માટે યજ્ઞ કરાશે. 

જે ધર્મ, સંગઠન અને હિંદુત્વના કાર્યોને સિદ્ધ કરવા જિલ્લા, તાલુકા અને ગામડાઓ સુધી ઇન્ટરનેટના માધ્યમથી ઓમ નમઃ શિવાયના યજ્ઞને મંત્ર જાપ દ્વારા ગુંજતો થશે. સાથોસાથ રાષ્ટ્ર પડકાર સામે તત્પર રહેનાર સૈનિકોને તૈયાર કરવા હિન્દુ સેના જિલ્લાઓ અને ગામડાઓ સુધી પહોંચશે.



Google NewsGoogle News