જામનગરમાં ઘર ઘર તિરંગાની જેમ ઘર ઘર ભગવા ધ્વજ ફરકાવવા આયોજન

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ઘર ઘર તિરંગાની જેમ ઘર ઘર ભગવા ધ્વજ ફરકાવવા આયોજન 1 - image

image : Social media

- શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભગવામય ઉજવવા હિન્દુ સેનાની હાકલ

 જામનગર,તા.5 જાન્યુઆરી 2024,શુક્રવાર

સરકારની યોજના મુજબ છેલ્લા બે વર્ષથી હરઘર તિરંગા, ઘર ઘર તિરંગાના લક્ષ્યને લઈ દર વર્ષે તિરંગા યાત્રા તેમજ તમામ ઘરો પર તિરંગા ફરકાવવાની યોજના સફળ રહી છે. જેમાં પ્રજા અને સરકાર તેમજ તંત્રનું સારું એવું સંકલન જળવાઈ રહ્યું છે, જે તિરંગાઓ ઘર પર લગાવવા આપતા તે સમયસર પાછા પણ જમા થતા. 

અંદાજે 500 વર્ષથી વધુ સમય બાદ શ્રી રામ ભગવાન પોતાના મૂળ સ્થાને એટલે કે 22 જાન્યુઆરી 2024 શ્રી રામ જન્મભૂમિ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા પધારી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા ઘર ઘર તિરંગાની જેમ ઘર ઘર ભગવા લહેરાવાનું અભિયાન છેડવામાં આવે અને તંત્ર દ્વારા પ્રજામાં ઘરે-ઘરે ભગવા ધ્વજ લગાવવા સહયોગ મળે તેવી યોજના બને, અને 22 જાન્યુઆરી પહેલાં તંત્ર દ્વારા ભગવા દવજોનું વિતરણ થાય જે ધ્વજ 22 જાન્યુઆરીએ ઘરે ઘરે લગાવવામાં આવે.

 જેથી ભગવાન શ્રીરામ જ્યારે પોતાના મૂળ સ્થાન પર પધારે છે ત્યારે દેશમાં ભગવામય વાતાવરણ બને તેવી હિન્દુ સેના માંગ કરી રહી છે. એટલું જ નહીં પ્રજાને પણ વિનંતી કરી છે કે આ દિવસે પોતાના ઘર પર ભગવો ધ્વજ, પોતાની ગાડી ઉપર ભગવો ધ્વજ, પોતાની ઓફિસો પર ભગવો ધ્વજ પોતાના વિસ્તારોમાં તેમજ અનેક સ્થાનો પર ભગવો ધ્વજ લગાવી રામજીના કાર્યમાં સહભાગી બને.


Google NewsGoogle News