Get The App

રાજસ્થાનથી આઇસરમાં ચોર ખાનામાં છુપાવીને જામનગરમાં ઘુસાડવામાં આવતો દારૂનો જથ્થો પકડાયો, 305 દારૂની બોટલ સાથે બે આરોપીઓ પકડાયા

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
રાજસ્થાનથી આઇસરમાં ચોર ખાનામાં છુપાવીને જામનગરમાં ઘુસાડવામાં આવતો દારૂનો જથ્થો પકડાયો, 305 દારૂની બોટલ સાથે બે આરોપીઓ પકડાયા 1 - image


Jamnagar Liquor Crime : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક આઇસર ટ્રકમાં ચોર ખાનાઓ બનાવીને તેમાં ઇંગ્લિશ દારૂ છુપાવીને જામનગર જિલ્લામાં ઘુસાડવામાં આવી રહ્યો છે તેવી ચોક્કસ બાતમી એલસીબીને મળી હતી.

જે બાતમીના આધારે ગઈકાલે મોડી રાત્રે એલસીબીની ટુકડીએ ખીજડીયા બાયપાસ પાસે વોચ ગોઠવી હતી, જેવો જ દરમિયાન એક આઇસર મીની ટ્રક પસાર થતાં પોલીસે તેને અટકાવ્યો હતો, અને તલાશી લીધી હતી. સૌ પ્રથમ આઇસરમાં કશું દેખાતું ન હતું, પરંતુ એલસીબીની ટુકડીએ ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આઇસર મીની ટ્રકની અંદર ચોરખાના મળી આવ્યા હતા. તેના પતરા વગેરે ખોલીને અંદર નિરીક્ષણ કરતાં ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી એલસીબીની ટુકડીએ સમગ્ર દારૂનો જથ્થો ખાલી કરાવતાં અંદરથી 305 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે 305 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ, બે નંગ મોબાઈલ ફોન, એક આઇસર મિનિ ટ્રક વગેરે સહિત 16,32,000 નો મુદામાલ કબજે કર્યો હતો, જયારે આઈશર ટ્રકમાં બેઠેલા રાજસ્થાનના બે શખ્સો જોગારામ મોતીરામ બારોટ તેમજ રેવતારામ ભુમારામ બારોટની અટકાયત કરી લીધી હતી. 

રાજસ્થાનથી આઇસરમાં ચોર ખાનામાં છુપાવીને જામનગરમાં ઘુસાડવામાં આવતો દારૂનો જથ્થો પકડાયો, 305 દારૂની બોટલ સાથે બે આરોપીઓ પકડાયા 2 - image

પોલીસ દ્વારા બંનેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ઉપરોક્ત દારૂ રાજસ્થાનના બાડમેર જિલ્લાના મહાબાર ગામના વતની બનારામ ઉર્ફે બનેસિંહ રાજપુતે સપ્લાય કર્યો હોવાનું અને જામનગર પહોંચ્યા પછી મોબાઈલ ફોન મારફતે સંપર્ક કરીને કોઈ વ્યક્તિને સપ્લાય કરવાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બનારામને હાલ ફરાર જાહેર કર્યો છે. જે પકડાયા પછી દારૂ જામનગરમાં કોને આપવાનો હતો તે અંગેની જાણકારી મળી શકશે.


Google NewsGoogle News