જામનગર નજીક સિક્કા પાટીયા પાસે એક ટેન્કરની કેબિનમાં આગની ઘટનાથી ભારે દોડધામ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
જામનગર નજીક સિક્કા પાટીયા પાસે એક ટેન્કરની કેબિનમાં આગની ઘટનાથી ભારે દોડધામ 1 - image


- ફાયર વિભાગની ટુકડીએ સમયસર આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકશાની તેમજ જાન હાની ટળી

જામનગર,તા.26 ઓક્ટોબર 2023,ગુરૂવાર

જામનગર ખંભાળિયા ધોળી માર્ગ પર સિક્કા પાટીયા નજીક ઓઈલ ભરેલા એક ટેન્કરમાં અકસ્માતે આગ લાગી હતી અને ટેન્કરની કેબિનનો ભાગ સળગ્યો હતો. જેથી ખાનગી કંપનીની ટીમે ઘટના સ્થળે પહોંચી જઇ આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની અટકી હતી.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક સિક્કા પાટીયા પાસેથી પસાર થઈ રહેલા એક એક ઓઇલ ટેન્કરમાં તેના કેબિનમાં ભાગમાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને જોત જોતામાં કેબીનનો ભાગ સળગી ઉઠ્યો હતો અને ચાલક છલાંગ લગાવીને બહાર નીકળી ગયા હતા, આ બનાવમાં ફાયર વિભાગની ટુકડીએ સમયસર આગને કાબુમાં લઈ લેતાં નુકસાની થતી અટકી હતી.


Google NewsGoogle News