જામનગરમાં ભીમવાસના ઢાળીયા પાસે રેલવેની જમીન પર દબાણ હટાવવાની કામગીરી સમયે ભારે ઘર્ષણ

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
જામનગરમાં ભીમવાસના ઢાળીયા પાસે રેલવેની જમીન પર દબાણ હટાવવાની કામગીરી સમયે ભારે ઘર્ષણ 1 - image


- નોટિસ પાઠવ્યા વિના દબાણ દુર કરવાનો પ્રયાસ કરવાથી સ્થાનિકે વાંધા ઉઠાવ્યા: પોલીસની કવાયત

 જામનગર,તા.29 ઓક્ટોબર 2023,શનિવાર 

જામનગરમાં ભીમવાસના ઢાળિયા પાસે રેલવેની જમીન પરનું દબાણ હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે સમયે ભારે ઘર્ષણ થયું હતું, અને રેલ્વે પોલીસે ભારે મથામણ કરવી પડી હતી. જામનગરના ભીમવાસ પાસેના ઢાળીયા નજીકના વિસ્તારમાં રેલવેની જમીન પર કેટલૂંક દબાણ થયું હોવાથી આજે સવારે રેલ્વે તંત્રની ટિમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવા માટે પહોંચી હતી, અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જામનગરમાં ભીમવાસના ઢાળીયા પાસે રેલવેની જમીન પર દબાણ હટાવવાની કામગીરી સમયે ભારે ઘર્ષણ 2 - image

 રેલવેની જમીન પર ગેસના ચૂલા રીપેરીંગની એક કેબીન ખડકી દેવામાં આવી હતી, જે કેબીનને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના ખસેડવાની કામગીરી કરાતાં ભારે રકઝક અને ઘર્ષણ થયું હતું. જોકે રેલવે તંત્રએ મચક આપી ન હતી અને કેબિનમાંથી ગેસના ચૂલા સહિતનો સામાન જાતે જ બહાર કઢાવીને પોલીસ પ્રોટેક્શનની વચ્ચે દબાણ દૂર કરવાનું ચાલુ રાખ્યું હતું.


Google NewsGoogle News