Get The App

જામનગર શહેરમાં કોલેરાના વધતા જતા કેસને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ : આરોગ્ય વિભાગએ ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
જામનગર શહેરમાં કોલેરાના વધતા જતા કેસને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ : આરોગ્ય વિભાગએ ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો 1 - image


Cholera Case In Jamnagar : જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કોલેરાના પાંચ જેટલા પોઝિટિવ કેસ મળ્યા પછી રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, અને રાજ્ય આરોગ્ય વિભાગની એક ટુકડી જામનગર દોડી આવી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વિશેષ જાહેરનામુ બહાર પાડીને અમુક વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા છે.

જામનગર શહેરમાં કોલેરાના વધતા જતા કેસને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ : આરોગ્ય વિભાગએ ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો 2 - image

 દરમિયાન જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની જુદી જુદી ટુકડીઓ, કે જે વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયા છે, તે તમામ વિસ્તારોમાં સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટુકડી દ્વારા સેમ્પલો લેવાનું તેમજ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, અને આરોગ્ય વિભાગની ટીમ કોલેરાનો રોગચાળો વધુ વકરે નહીં, તેની સંપૂર્ણપણે તકેદારી લઈ રહ્યું છે.

વધુ વાંચો : જામનગરના અનેક વિસ્તારો કોલેરા ભયગ્રસ્ત જાહેર, કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ


Google NewsGoogle News