જામનગરમાં હરસિધ્ધિ માતાજીના મંદિરે શાકંભરી નોરતા અંતર્ગત શાકભાજીના શ્રીંગાર કરાયા
જામનગર, તા. 17
જામનગરમાં રણજીત નગર વિસ્તારમાં આવેલા હરસિધ્ધિ માતાજીના મંદિરે આજે પોષ સુદ આઠમને 17મી જાન્યુઆરીએ શાકંભરી નોરતા અંતર્ગત માતાજીને શાકભાજીના શ્રીંગાર કરવામાં આવ્યા હતા. છોટી કાશીમા 10મી જાન્યુઆરીથી શાકંભરી નવરાત્રી પર્વ શરૂ થયો હતો, અને તેની આજે 17જાન્યુઆરીને સોમવાર સુધી ઉજવણી કરવામાં આવી હતી.
પોષ મહિનાના શુક્લ પક્ષની આઠમ થી આજે સોમવારે પૂર્ણિમા સુધી શાકંભરી નવરાત્રી મહોત્સવ મનાવવામાં આવે છે. જેના અનુસંધાને આજે હરસિધ્ધિ માતાજી ને શાકભાજીના શ્રીંગાર કરવામાં આવ્યા હતા.
જેમાં લીલા શાકભાજી જેવા કે રીંગણા, ગાજર, મરચા, બીટ, ટમેટા,દૂધી, કોબીજ,કોથમરી, ભાજી, લીમડો, વગેરે શાકભાજી ના શ્રીંગાર દર્શન કરાવાયા હતા.જે શાકભાજીના શ્રીંગાર ના દર્શનાર્થે આજે ભક્તોની વિશેષ હાજરી જોવા મળી હતી.