Get The App

ભાજપ દ્વારા લોકસભાની બેઠક માટેની પ્રથમ યાદીમાં પૂનમબેન માડમનું નામ જાહેર કરાતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ

- સાંસદ પૂનમબેન માડમના બંગલે ભાજપના કાર્યકર્તાઓના ટોળા ઉમટ્યા: એકબીજાના મીઠાં મોઢા કરાવી ભવ્ય આતશબાજી કરાઈ

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
ભાજપ દ્વારા લોકસભાની બેઠક માટેની પ્રથમ યાદીમાં પૂનમબેન માડમનું નામ જાહેર કરાતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ 1 - image


જામનગર, તા. 03 માર્ચ 2024, રવિવાર

ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ની ચૂંટણી માટે જામનગરની બેઠક પરથી વર્તમાન સાંસદ પૂનમબેન માડમ ના નામની પુન: જાહેરાત કરીને તેઓને રીપીટ કરાતાં ભાજપના કાર્યકરો અને પૂનમબેન ના સમર્થકોમાં ભારે ખુશીની લહેર પ્રસરી ગઈ હતી, અને તેઓના નિવાસ્થાને કાર્યકરો નો જમાવડો એકઠો થયો હતો, અને એકબીજાના મીઠા મોઢા કરાવી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગુજરાત વિધાનસભાની 26 બેઠકો પૈકીના 15 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેની સાથે સાથે 12- જામનગર લોકસભા વિસ્તારની બેઠક માટેના ભાજપના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ પૂનમબેન માડમ ને રિપીટ કરીને તેઓના નામની આજે જાહેરાત કરવામાં આવી હતી, તે જાહેરાતના પગલે ભાજપના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભાજપ દ્વારા લોકસભાની બેઠક માટેની પ્રથમ યાદીમાં પૂનમબેન માડમનું નામ જાહેર કરાતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ 2 - image

 સાંસદ પૂનમબેન માડમના નિવાસ્થાને શહેર જિલ્લા ભાજપના અનેક હોદ્દેદારો- કાર્યકરો તેમજ પૂનમબેન માડમના સમર્થકો એકત્ર થઈ ગયા હતા, અને ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. સર્વે એકબીજાના મીઠાં-મોઢા કરાવ્યા હતા, અને સાથે સાથે આતશબાજી પણ કરવામાં આવી હતી.

 સાંસદ પૂનમબેન માડમે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, તેમજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત સર્વેનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું, કે ભારતીય જનતા પાર્ટી ના શીર્ષ નેતૃત્વએ સતત ત્રીજી વખત મારા પર વિશ્વાસ મુક્યો છે, અને મને ટિકિટ આપી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ના મિશનમાં પોતે પણ કદમ તાલ મિલાવીને વિકાસની ગાથામાં જામનગર જિલ્લાનો પણ સર્વાંગી વિકાસ થાય, તે દિશામાં કાર્ય કરવા માટેનો કોલ આપ્યો હતો. ઉપરાંત જામનગર શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સર્વે હોદ્દેદારો તેમજ જામનગર શહેર જિલ્લાની જનતા વગેરેએ પણ મારા પ્રતિનિધિત્વને સમર્થન આપ્યું છે, ત્યારે આ તકે સર્વેનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.


Google NewsGoogle News