જામનગરના શિક્ષિકા આપઘાત પ્રકરણમાં આરોપીના બીજી વખતની જામીન અરજી ગુનાની ગંભીરતા ધ્યાને લઈ નકારતી ગુજરાત હાઈકોર્ટ

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News

જામનગરના શિક્ષિકા આપઘાત પ્રકરણમાં આરોપીના બીજી વખતની જામીન અરજી ગુનાની ગંભીરતા ધ્યાને લઈ નકારતી ગુજરાત હાઈકોર્ટ 1 - image

જામનગર,તા.20 જાન્યુઆરી 2024,શનિવાર

જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે નોકરી કરતી અપરણિત યુવતી એ તારીખ 17/5/23 ના રોજ આપઘાત કરી લેતાં સમગ્ર શહેરમાં ચકચાર જાગી હતી. જે પ્રકરણના આરોપી દ્વારા ગુજરાતની વડી અદાલત સમક્ષ કરવામાં આવેલી જામીન અરજી સતત બીજી વખત નકારવામાં આવી છે.

  આ બનાવની હકીકત એવી છે કે જામનગરમાં પંચવટી વિસ્તારના શીતલ એપાર્ટમેન્ટમાં રહેતી નુરજહાં ઇબ્રાહિમ નામની અપરણિત યુવતી જે પોદાર સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી તેણીએ તા.17/5/23 ના રોજ પોતાના ઘેર ગળો ફાંસો ખાઈ આપઘાત કરેલો, અને પોતાની સુસાઇડ નોટમાં પોતાના મોતના જીમેદાર માટે અખ્તર અનવર ચમડિયા, રજાક સાઈચો,અફરોજ તૈયબ ચમડીયા, પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતા હોય અને બદનામી કરતા હોય અને મને જીવવા દીએ તેમ નથી, તેવો ઉલ્લેક કર્યો હતો.

જેથી મૃતકના ભાઈ ઇશાક ઇબ્રાહિમ સિટી બી. ડિવિઝન પોલીસમાં અખ્તર અનવર ચમડિયા, રજાક નુરમામદ સઈચા અને અફરોજ તયબ ચમડિયા વિરૂદ્ધ આઇ.પી.સી કલમ 306, 114 મુજબનો ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ ગુનાના કામે સિટી બી ડિવિઝન પોલીસે તા.11/6/2023 ના રોજ અખ્તર અનવર ચમડિયાની ઘરપકડ કરી જેલ હવાલે કરેલો હતો. જયારે અન્ય આરોપી રજાક સાઇચો કે જેના ઉપર અનેક ગુના નોંધાયેલા હોય તે લાંબા  સમય સુધી ફરાર રહયો હતો. પરંતુ પોલીસે તેની પણ ઘરપકડ કરી જેલ હવાલે કરેલો છે.

આ કામના જેલમાં રહેલા આરોપી અખ્તર અનવર ચમડીયા  વિરદ્ધ પોલીસ દ્વારા અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવતાં અખ્તર દ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન  અરજી વખતે ફરીયાદીને તેમજ તેમના વકીલને અદાલતના પરિસરમાં જ કુખ્યાત રજાક સોપારી સહિતના શખ્સો દ્વારા ધમકી આપતાં  જામનગર સિટી એ. ડિવિઝન પોલીસ દ્વારા તે બાબતે ફરિયાદ લઈ અને કુખ્યાત આરોપીઓની તાત્કાલિક ઘરપકડ કરી સારો એવો બોધપાઠ આપ્યો હતો.

જે આરોપીએ જામનગરની કોર્ટમા કરેલી જામીન અરજી નામંજૂર કરવામાં આવતાં અખ્તર અનવર દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરતાં  ફરીયાદ પક્ષે પોતાનાં વકીલ મારફતે વાંધા રજુઆત્ત કરતાં હાઈકોર્ટે જામીન અરજી તા.13/10/2023 ના રોજ રદ કરી હતી. 

આરોપીના વકીલની 3 મહિના પછી કેસ ચાલુ ન થાય તો ફરી થી જામીન અરજી નામદાર કોર્ટ માં કરવાની વિનંતી માન્ય રાખી હતી. ત્યારબાદ આગુના અન્ય સાક્ષીઓને આરોપી રજાક નુરમામદ સાઈચાની માતા દ્વારા કોર્ટ કમ્પાઉન્ડમાં ધમકી આપતાં સિટી એ ડિવિઝન પોલીસે તેની પણ ફરીયાદ નોધી હતી. આમ આ બનાવના આરોપીને બચાવવા ગુંડા ટોળકી સક્રિય થયેલી, જેની સામે જામનગર પોલીસ અધિકારીઓએ કડક કાર્યવાહી કરી છે.

આ કામના આરોપી અખ્તર અનવર ચમડીયાએ  ગુજરાત નામદાર હાઈકોર્ટમાં 3 મહિના પછી ફરી થી બીજી વખતની જામીન અરજી કરતાં સરકાર પક્ષે સરકારી વકીલ અને મૂળ ફરીયાદ પક્ષે પોતાના વકીલ હારૂન પલેજા અને વકીલ નીરવ ઠકકર મારફતે જામીન અરજી નામંજૂર કરવા અને આરોપીની વર્તણુક અને કેસના સાક્ષીઓ અને વકીલોને પણ કોર્ટના પરિસરમાં કુખ્યાત ગુંડાઓ મારફતે ધાક ધમકી આપતા હોય અને કેસની ટ્રાયલ લંબાવતા હોય તેમજ આ ગુનાના કામનો આરોપી અફરોજ ચમડીયા આજ દિવસ સુધી ફરાર હોય વિગેરે દલીલો દયાને લઈ આરોપી અખ્તર અનવર ચમડિયાની બીજી વખત જામીન અરજી નામંજૂર કરી છે.


Google NewsGoogle News