Get The App

જામનગરના દડીયા ગામમાં ઢોરના પ્રશ્ને બે પરિવારો વચ્ચેની જૂથ અથડામણ, ત્રણ મહિલા સહિત નવ ઘાયલ

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
જામનગરના દડીયા ગામમાં ઢોરના પ્રશ્ને બે પરિવારો વચ્ચેની જૂથ અથડામણ, ત્રણ મહિલા સહિત નવ ઘાયલ 1 - image

image : Freepik

Jamnagar Crime : જામનગર તાલુકાના દડીયા ગામમાં ઢોર બાબતે બે પરિવારો બાખડી પડ્યા હતા અને સામસામા હથિયારો વડે હુમલા કરાતાં બંને પક્ષના મળી ત્રણ મહિલા સહિત નવ વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ છે, અને તમામને જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફ્લો દોડતો થયો છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના દડીયા ગામમાં રહેતા રાહુલભાઈ સુભાષભાઈ નંદા તેમજ તેના પાડોશીઓ વચ્ચે ઢોર બાબતે તેમજ જૂના મનદુઃખના કારણે આજે સવારે ધીંગાણું થયું હતું, અને બંને જૂથ વચ્ચે સામસામમાં હથિયારો વડે હુમલા કરાયા હતા જેમાં બંને પક્ષના મળી ત્રણ મહિલા સહિત નવ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી, અને 108 નંબરની એમ્બ્યુલન્સ તેમજ જુદા-જુદા વાહનો મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેને લઈને ભારે દોડધામ થઈ હતી.

 આ બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો, અને બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયો છે, અને ઇજાગ્રસ્તોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News