જામનગરમાં ચેટીચાંદના પર્વની ઉજવણીને લઈને સિંધી સમાજ દ્વારા ભવ્ય તૈયારી , ઝૂલેલાલ મંદિર રોશનીથી સજજ

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ચેટીચાંદના પર્વની ઉજવણીને લઈને સિંધી સમાજ દ્વારા ભવ્ય તૈયારી  , ઝૂલેલાલ મંદિર રોશનીથી સજજ 1 - image


Cheti Chand In Jamnagar : જામનગરમાં ત્રણબત્તી વિસ્તારમાં આવેલા ભગવાન ઝૂલેલાલના મંદિરે ચેટીચાંદના પર્વને લઈને વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે, અને ઝુલેલાલ મંદિરને ઝળહળતી રોશનીથી સજજ બનાવી દેવામાં આવ્યું છે.

 આ ઉપરાંત ત્રણ બત્તી વિસ્તારમાં ખાસ કરીને ઝૂલેલાલ ચોકમાં પ્રસ્તાપિત ભગવાન ઝુલેલાલની પ્રતિમા કે જેની ફરતે ભવ્ય રોશની ગોઠવાઈ છે. તેમજ સમગ્ર વિસ્તારને ઝળહળતો કરી દેવાયો છે, અને મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં અન્ય સ્ટેજ પ્રોગ્રામની તૈયારીઓ ચાલી રહી છે.

 જામનગરમાં ચેટીચાંદના પર્વની ઉજવણીને લઈને સિંધી સમાજ દ્વારા ભવ્ય તૈયારી  , ઝૂલેલાલ મંદિર રોશનીથી સજજ 2 - image

સિંધી સમાજ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વખતે પણ ઝૂલેલાલ જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ભજન, કીર્તન, મહા આરતી, પાઠ તેમજ સમુહ જનોઇ અને ગીત સંગીતના કાર્યક્રમો તેમજ બાઈક રેલી સહિતના આયોજન થઇ રહ્યા છે.

 ત્યારબાદ બપોર પછી નાનક પૂરી થી ત્રણબત્તી વિસ્તાર સુધીની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જે શોભાયાત્રા ત્રણ બત્તી વિસ્તારમાં પૂર્ણ થયા પછી શોભાયાત્રામાં જોડાનારા ફલોટ ધારકો વગેરેના સન્માન તેમજ ઝૂલેલાલ ભગવાનના ભજનો, ગીત, સંગીતના કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે.


Google NewsGoogle News