જામનગરની ભાગોળે રાવલસર નજીક આવેલા વાત્સલ્યધામ વૃધાશ્રમ દ્વારા રથીકા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
જામનગરની ભાગોળે રાવલસર નજીક આવેલા વાત્સલ્યધામ વૃધાશ્રમ દ્વારા રથીકા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી 1 - image

 જામનગર,તા.20 સપ્ટેમ્બર 2023,બુધવાર

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર રાવલસર નજીક આવેલા વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમમાં રથીકા ગણેશ મહોત્સવની દસ દિવસના મહાપર્વની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. 

આ આયોજનનું આકર્ષણ રથ પર બીરાજેલા ગણેશજી છે, અને તેમના સારથી ભગવાન શ્રી કૃષ્ણ છે. આ મુર્તી જામનગર ના તમામ પંડાલો કરતાં મોટી મુર્તી છે, 12 ફુટ ઉંચી અને 14 ફુટ પહોડી છે. આ મુર્તી મહાભારતના પ્રસંગોની યાદ અપાવે છે. અહીં ઉભા કરાયેલા 20,000 ચો.ફુટ ના ગણેશ પંડાલની ડિઝાઇન વાત્સલ્યધામના મેનેજિંગ ટ્રસ્ટી ભાસ્કરભાઇ રાઠોડે કરેલી છે, તેમની સમગ્ર ટીમ સાથે છેલ્લા પંદર દિવસ થી મુર્તી અને  તેને લગતી ઝાંખી સાથેની સજાવટની તૈયારી કરવામાં આવી હતી.

જામનગરની ભાગોળે રાવલસર નજીક આવેલા વાત્સલ્યધામ વૃધાશ્રમ દ્વારા રથીકા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી 2 - image

અહીં દરરોજ સવારે 8.30 અને સાંજે 8.35 ના સમયે આરતી કરવામાં આવે છે. જેમાં દરેક દિવસની આરતી કંઇક વિશેષ હશે, જેમા દશા આરતી, અને મહાઆરતી 108 દિપ (45 મીનીટ લાઇવ) આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વૃદ્ધઆશ્રમમાં દરરોજ રાત્રે પધારેલા મહેમાનો અને વડીલો આનંદ ઉલ્લાસ સાથે, ડી.જે.સંગ રાસ ગરબા ની મોજ પણ કરશે. તેમજ આમંત્રીત મહેમાનો માટે પ્રતિદિન અવનવા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જામનગરની ભાગોળે રાવલસર નજીક આવેલા વાત્સલ્યધામ વૃધાશ્રમ દ્વારા રથીકા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી 3 - image

પ્રથમ દિવસે, આરતી દર્શન સાથે સાથે અસંખ્ય યુવા વર્ગે રથીકા ગણેશ જોડે સેલ્ફી લીધી, તો દરેક લોકો એ પરીવાર સાથે ફોટો લેવાની લાઇન લગાવી, અને આજના નવયુવાનો એ બાપા જોડે રીલ્સ બનાવી હતી. ગઈકાલે પહેલી મહા આરતી, જામનગરના મીડીયા જગતના પ્રતીનીધીઓ અને તેમના પરીવારના હસ્તે કરવામા આવી હતી.


Google NewsGoogle News