જામનગરમાં સામાન્ય વરસાદે વધુ એક પશુનો ભોગ લીધો : ગુલાબ નગરમાં વીજ પોલ સાથે ચોંટી જતા બકરીનું મૃત્યુ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
જામનગરમાં સામાન્ય વરસાદે વધુ એક પશુનો ભોગ લીધો : ગુલાબ નગરમાં વીજ પોલ સાથે ચોંટી જતા બકરીનું મૃત્યુ 1 - image


Jamnagar News : જામનગર શહેરમાં વરસાદી સીઝનમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ અબોલ પશુઓનો જીવ લેવાઈ રહ્યો છે. આ વખતે પણ સામાન્ય વરસાદની સાથે જ ચાલુ સપ્તાહ દરમિયાન એક ગાયનું મૃત્યુ થયા પછી આજે વધુ એક પશુનો ભોગ લેવાયો છે.

 જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં અખાડા ચોકમાં એક વીજ પોલને આડી જવાથી એક બકરીનું મૃત્યુ નીપજયું છે. વીજપોલમાંથી બકરીને શોક લાગ્યો હતો, અને સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જે બનાવ અંગે વીજતંત્રને જાણ કરવામાં આવતાં વિજ તંત્રની ટુકડીએ ઘટના સ્થળે પહોંચી ગયા પછી આગળની કાર્યવાહી કરી હતી.


Google NewsGoogle News