Get The App

જામનગરમાં 181 અભયમની ટીમના કુશળ કાઉન્સેલિંગ થકી ઘરે પરત ફરી કિશોરી

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
જામનગરમાં 181 અભયમની ટીમના કુશળ કાઉન્સેલિંગ થકી ઘરે પરત ફરી કિશોરી 1 - image


- દ્વારકા જિલ્લાની કિશોરી ઘર છોડીને જામનગર આવી પહોંચતાં અભયમની ટીમે પરિવારને પરત સોંપી 

જામનગર,તા.19 ડિસેમ્બર 2023,મંગળવાર

જામનગર 181 અભયમની ટીમને એક જાગૃત મહિલાનો કોલ આવતાં ટીમે સ્થળ પર પહોંચીને જોયું ત્યારે બપોરના 12 વાગ્યાના સમય આસપાસ એક 16 વર્ષની દીકરી બેઠી હતી. જે મૂળ દ્વારકાની હોય અને ઘરે પરત ન જવું હોવાથી જામનગર આવી પહોંચતા ટીમ દ્વારા સફળ રીતે કાઉન્સેલિંગ કરી પરિવારને પરત સોંપવામાં આવી હતી. 

ઉપરોક્ત કોલ આવતાની સાથે જ 181 ટીમના કાઉન્સેલર રીના દિહોરા, તારાબેન ચૌહાણ, તેમજ પાયલોટ મહાવીરસિંહ વાઢેર સ્થળ પર રવાના થાય હતા, અને કિશોરી સાથે કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું, કે યુવતી પાસે એક સ્માર્ટફોન હોય અને તેઓ જે ફોન નંબર પર વાતચીત કરતાં હતા, તે નંબર બંધ આવતો હતો. બાદમાં પૂછપરછ કરતાં યુવતી દ્વારકા જિલ્લાના હોય અને સવારના પાંચ વાગ્યાથી ઘરેથી નીકળી ગયા હતા, અને તેમને ઘરે પરત જવું નથી તેવું જણાવ્યું હતું. બાદમાં તેમની પાસેથી પરિવારની વિગતો મેળવતા તેમના પિતા ત્યાં આવી પહોંચતા તેઓએ જણાવ્યું હતું કે તેમની દિકરી છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં કશું બોલતી ન હોય, અને ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી.

તેઓએ દ્વારકા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ દાખલ કરતાં મોબાઈલના લોકેશન પરથી જામનગર પહોંચ્યા હતા. દીકરીના આ નિર્ણયથી તેમના પિતા ખૂબ ગભરાઈ ગયા હોય અને દુઃખી  હતા, ત્યારબાદ કિશોરીને શાંતિથી બેસાડીને અભયમની ટીમ દ્વારા તેણીનું કુશળ કાઉન્સેલિંગ કરતાં તેમના પિતા સાથે ઘરે જવા માટે તૈયાર થતાં કિશોરીના પિતાએ 181 ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


Google NewsGoogle News