Get The App

જામનગરમાં બેડી વિસ્તાર તેમજ GIDC રોડ પરથી વધુ બે સ્થળેથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું : બે શખ્સોની અટકાયત

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
જામનગરમાં બેડી વિસ્તાર તેમજ GIDC રોડ પરથી વધુ બે સ્થળેથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું  : બે શખ્સોની અટકાયત 1 - image

image : Filephoto

Jamnagar : જામનગરના બેડી વિસ્તારમાં બન્ને સ્થળેથી ગેરકાયદેસર ગેસના બાટલાનું રિફિલીંગ કૌભાંડ સિટી બી. ડિવિઝન તેમજ એસ.ઓ.જી.ની ટીમે ઝડપી લઈ બે શખ્સોની 8 નંગ રાંધણ ગેસના નાના-મોટા ખાલી અને ભરેલા બાટલા સહિતના મુદામાલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી આરંભી હતી.

જામનગરના જી.આઈ.ડી.સી. રોડ પર સિટી બી. ડિવિઝનની ટુકડીએ દરોડો પાડયો હતો. અહીં બેડી વિસ્તારનો હુસેન ઈસ્માઈલભાઈ આરબ નામનો શખ્સ માણસોની જિંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં રિફીલીંગ કરી ગેરકાયદેસર વેચાણ કરતો હોય તેમજ કોઈપણ સુરક્ષાના સાધનો વગર મોટી સંખ્યામાં અડધા ભરેલા મોટા બાટલા નંગ 3 તથા અન્ય 2 ખાલી બાટલા અને બે મોટા ભરેલા બાટલા, રીફિલીંગની ઈલેકટ્રીક મોટર તથા વજન કાંટો વિગેરે સાધનો મળી આવતા કુલ મળી રૂા.16,500નો મુદામાલ કબ્જે કરી લઈ આરોપીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પંચકોશી બી ડિવિઝનના પોલીસ સ્ટાફે પણ વોચ ગોઠવી દરેડ વિસ્તારમાં રહેતા સજ્જર બાબુભાઈ સીદીકી કે જેને અટકાયતમાં લેતાં તેના કબજામાંથી પણ ગેસ રિફીલિંગનું કારસ્તાન પકડાયું હતું, અને ખાલી ભરેલા 3 નંગ બાટલા નોઝલ વગેરે મળી આવ્યા હતા, જે કબજે કરી લઈ તમામની વધુ પૂછપરછ હાથ ધરી છે.


Google NewsGoogle News