જામનગર નજીક દરેડ GIDC રોડ પરથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું : 7 બાટલા સાથે શખ્સની ધરપકડ
Gas Refilling Scam Jamnagar : જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. રોડ પર એક દુકાન પાસેથી ગેરકાયદેસર ગેસના બાટલાનું રિફિલીંગ કૌભાંડ એસ.ઓ.જી.ની ટીમે ઝડપી લઈ એક શખ્સની 7 રાંધણ ગેસના નાના મોટા ખાલી અને ભરેલા બાટલા સહિતના મુદામાલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી આરંભી હતી.
જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. રોડ પર એક પ્રોવિઝન સ્ટોરની બાજુમાં એસ.ઓ.જીની ટુકડીએ દરોડો પાડયો હતો. અહીં મસિતિયા ગામનો અજીમ યુસુફભાઈ ખીરા નામનો શખ્સ માણસોની જિંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં રિફીલીંગ કરી ગેરકાયદેસર વેચાણ કરતો હોય તેમજ કોઈપણ સુરક્ષાના સાધનો વગર મોટી સંખ્યામાં અડધા ભરેલા મોટા બાટલા નંગ 3 તથા અન્ય 2 ખાલી બાટલા અને બે મોટા ભરેલા બાટલા, રીફિલીંગની ઈલેકટ્રીક મોટર તથા વજન કાંટો વિગેરે સાધનો મળી આવતા કુલ મળી રૂા.14,000નો મુદામાલ કબ્જે કરી લઈ આરોપીની ધરપકડ કરી હતી.