Get The App

જામનગર નજીક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું : ખાલી અને ભરેલા બાટલા સહિત દુકાન માલિકની ધરપકડ

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું : ખાલી અને ભરેલા બાટલા સહિત દુકાન માલિકની ધરપકડ 1 - image

image : Filephoto

Jamnagar News : જામનગરના મસિતિયા રોડ પર એક દુકાનમાંથી ગેરકાયદેસર ગેસના બાટલાનું રિફિલીંગ કૌભાંડ સ્થાનિક પોલીસે ઝડપી લઈ એક શખ્સની મુદામાલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી આરંભી હતી.

જામનગરના દરેડ–મસીતિયા રોડ પર આલ્ફા સ્કૂલની પાછળ કે.કે.એજન્સી નામની દુકાનમાં પંચકોશી બી પોલીસે દરોડો પાડયો હતો. અહીં મસિતિયા ગામનો આરીફ જુમાભાઈ ખફી નામનો શખ્સ માણસોની જિંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં રિફીલીંગ કરી ગેરકાયદેસર વેચાણ કરતો હોય તેમજ કોઈપણ સુરક્ષાના સાધનો વગર મોટી સંખ્યામાં અડધા ભરેલા મોટા બાટલા નંગ એક તથા બે નંગ ખાલી બાટલા અને રીફિલીંગની ઈલેકટ્રીક મોટર તથા વજન કાંટો વિગેરે સાધનો મળી આવતા કુલ મળી રૂા.4 હજારનો મુદામાલ કબ્જે લઈ આરોપીની ધરપકડ કરી હતી.


Google NewsGoogle News