Get The App

જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તાજેતરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું તે સ્થળની કેનાલમાં કચરાના ઢગલા

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તાજેતરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું તે સ્થળની કેનાલમાં કચરાના ઢગલા 1 - image


- દરેડ થી જામનગરના લાખોટા તળાવમાં પાણી પહોંચાડતી કેનાલમાં દારૂની બોટલ સહિતના કચરાના ઢગલા

જામનગર,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં રણજીતસાગર રોડ પર સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, તે જ સ્થળેથી પસાર થતી અને દરેડથી જામનગરના લાખોટા તળાવમાં આવતી પાણીની નહેરમાં દારૂની બોટલ પ્લાસ્ટિક સહિતના કચરાના ઢગલા જોવા મળતાં સફાઈ અભિયાન નિરર્થક નીવડેલું જોવા મળી રહ્યું છે.

 જામનગર શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવને પાણી પૂરું પાડતી દરેડ થી જામનગરના લાખોટા તળાવ સુધી આવતી પાણીને કેનાલ કે જેમાં રણજીત સાગર રોડ પર ગ્રીન સિટી સહિતના કેટલાક ભાગોમાં ખુલી છે, તેમાં લોકો દ્વારા કચરો ફેકવામાં આવે છે.

 જે કેનાલમાં અનેક સ્થળો પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. કાગળ કચરા પ્લાસ્ટિકની બોટલ તથા થર્મોકોલવાળી વેસ્ટજ સામગ્રી તેમજ દારૂની બોટલ સહિતનો કચરો એકત્ર થયેલો જોવા મળે છે, અને આ તમામ કચરો સાફ-સફાઈના અભાવે લાખોટા તળાવમાં પાણીની સાથે આવે તેવી શક્યતાઓ છે.

 અત્રે એ ઉલ્લેખનીએ છે કે જામનગર મહાપાલિકા દ્વારા તાજેતરમાં આ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે તે સ્થળની પાસે જ આવેલી પાણીની કેનાલ કે જે ખુલ્લામાં કચરાના ઢગલા થી ખદબદી રહી છે. જેથી સફાઈ અભિયાન નિરર્થક જણાય છે.


Google NewsGoogle News