Get The App

રાજકોટ ગેમજોન દુર્ઘટનાના પડઘા ધ્રોળ સુધી પડ્યા : ધ્રોલમાં આવેલી આશીર્વાદ હોટલના ગેમઝોનને ફાયર ઓફિસર દ્વારા સીલ કરાવાયું

Updated: May 30th, 2024


Google NewsGoogle News
રાજકોટ ગેમજોન દુર્ઘટનાના પડઘા ધ્રોળ સુધી પડ્યા : ધ્રોલમાં આવેલી આશીર્વાદ હોટલના ગેમઝોનને ફાયર ઓફિસર દ્વારા સીલ કરાવાયું 1 - image


Jamnagar Gamezone : જામનગર શહેર અને જિલ્લામાં રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર તમામ પ્રકારના ગેમઝોનમાં ચકાસણી થઈ રહી છે, જે દરમિયાન ધ્રોલમાં આવેલી આશીર્વાદ હોટલના ગેમઝોનમાં લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ ન હોવાથી ફાયર શાખાના અધિકારી દ્વારા તેના પર સીલ મારવી દેવામાં આવ્યા છે.

 રાજકોટ ગેમઝોનની દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના તમામ ગેમઝોનમાં ચકાસણી કરવા માટેના આદેશો અપાયા છે, તે આદેશ અનુસાર કાલાવડના ફાયર વિભાગના અધિકારી એમ.ડી.પરમાર, કે જે સમગ્ર જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનો હવાલો સંભાળે છે. તેઓ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, તે દરમિયાન જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલી આશીર્વાદ હોટલના ગેમઝોનમાં તપાસણી કરવામાં આવી હતી.

 જેના સંચાલક હર્ષદભાઈ પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, અને ફાયર વિભાગ સહિતની જુદી જુદી એનઓસી બાબતની તપાસણી કરતાં એનઓસીની પ્રક્રિયા પૂર્ણ થઈ ન હોવાના કારણે ફાયર ઓફિસર એમ.ડી.પરમાર દ્વારા ગેમઝોનને સિલ મારી દેવામાં આવ્યું છે, અને લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ગેમઝોનને શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે.


Google NewsGoogle News