મહિસાગર જિલ્લાના ત્રણ વર્ષના બાળક ધૈર્યરાજસિંહની મદદ માટે જામનગરમાં ફંડ એકઠું કરાયું
જામનગર, તા. 16 માર્ચ 2021, મંગળવાર
મહિસાગર જિલ્લાના ત્રણ વર્ષના બાળક ધૈર્યરાજસિંહ રાજદીપસિંહને ગંભીર પ્રકારની બીમારી છે, અને તેના ઈલાજ માટે અંદાજે 16 કરોડનો ખર્ચ છે. જે ખર્ચને પહોંચી વળવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી ફંડ એકઠુ થઇ રહ્યું છે.
આવા સંજોગોમાં જામનગરના ગોકુલ નગર વિસ્તારના રાજપૂત યુવા સંગઠન દ્વારા ફંડ એકઠું કરવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે જામનગરના સમર્પણ સર્કલ તેમજ અન્ય આસપાસના વિસ્તારમાં મુખ્ય હાઈવે રોડ પર, બાયપાસ ચોકડી પાસે ગોકુલનગર રાજપૂત યુવા સંગઠનના હોદ્દેદારોએ ફંડ એકત્ર કરવા માટેના બોક્સ તૈયાર કરાયા છે.
જેમાં લોકો પાસેથી ઇચ્છાશક્તિ મુજબનું ફંડ એકત્ર કરીને ધૈર્યરાજસિંહના પિતાને પહોંચાડવા માટે નું ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અનેક જામનગર વાસીઓ ઉત્સાહભેર જોડાઈને અને યથાશક્તી મુજબ ફંડ આપી રહ્યા છે.